Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 465
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૪૪૯ જ્ઞાની તો સ્વભાવની અસ્તિની મસ્તીમાં રહેતો, પરભાવરૂપભવનના ત્યાગની દૃષ્ટિને લીધે નિષ્કપ વર્તતો થકો, શુદ્ધ જ વિરાજે છે, અર્થાત્ શુદ્ધને એકને જ અનુભવે છે. * કળશ ૨૫૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે.........” જોયું? શું કહે છે? કે એકાંતવાદી અર્થાત્ એક જ પક્ષને ગ્રહણ કરનારો બહિરાત્મા સર્વ પરભાવોને પોતારૂપ જાણે છે. આ શરીર મારું, ને બાયડી-છોકરાં મારાં, ને મકાન મારું ને પૈસા મારા-એમ સર્વ પરભાવોને તે પોતારૂપ જાણે છે. હા, પણ કરે શું? પૈસા વિના તો કાંઈ જ મળતું નથી. એના વિના તો ક્ષણ પણ ન ચાલે. સમાધાન:- અરે ભાઈ ! પૈસા વિના ક્ષણ પણ ન ચાલે એ તારી માન્યતા ઠીક નથી; કેમકે પૈસાનો તો તારા આત્મામાં ત્રિકાળ અભાવ છે. પૈસા વિના જ ભાઈ ! તું સદાય જીવી–ટકી રહ્યો છો. જેણે પૈસા વિના ન ચાલે એમ માન્યું છે એણે પૈસાથી જ પોતાનું ટકવું માન્યું છે, પણ એ તો ભ્રમ છે. વળી પૈસાથી સામગ્રી આવે છે એમ માનવું એ પણ ભ્રમ છે. સામગ્રી-સંયોગ તો (કર્મોદય નિમિત્તે) પોતાના કાળે પોતાથી આવે છે, ને પોતાના કાળે પોતાથી જતી રહે છે. વળી એ સામગ્રી ને પૈસા –એ બધું તારામાં છે ક્યાં? એ તો ત્રિકાળ ભિન્ન જ છે. આત્મા ત્રણે કાળ પરભાવોથી રહિત જ છે. એ તો અજ્ઞાની ભ્રમથી પરભાવોને પોતારૂપ જાણે છે. પણ એથી તો એ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં સ્વેચ્છાચારે પ્રવર્તતો નાશ પામે છે, અર્થાત્ સંસારમાં ડૂબી મરે છે. પણ શરીર સારું હોય તો તપશ્ચર્ય થાય ને? ધૂળેય ન થાય સાંભળને, શરીર તો જડ છે. જ્યાં શરીર જ તારું નથી ત્યાં શરીરથી તપશ્ચર્યા થાય એ ક્યાંથી લાવ્યો? ભાઈ ! તપશ્ચર્યા તો અંદર સ્વરૂપમાં જાય ને ત્યાં તપે પ્રતાપવંત રહે તો થાય. બાકી શરીરથી તપ કર્યું કહીએ એ તો નિમિત્તના કથન સિવાય કાંઈ નથી. હવે કહે છે- “અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે.” અહાહા....! અંદર મારી ચીજ-શુદ્ધ ચૈતન્યવહુ તો પરભાવના અભાવસ્વરૂપ જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479