________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આદિમાં ચઢી ગયા. કોઈ શરીરના જોરવાળા ઉપવાસ આદિમાં ચઢી ગયા, તો કોઈ ધનના જોરવાળા દાન ને ભોગ આદિમાં ચઢી ગયા, તો કોઈ મનના જોરવાળા વિવાદમાં પડી એકાન્ત જાણપણામાં ચઢી ગયા; પરંતુ અંદર વસ્તુ છે તેની દષ્ટિ કરી નહિ. અહીં કહે છેભગવાન આત્મામાં એકરૂપતા દેખવાના અભિલાષી જીવો ચૈતન્યની પ્રગટ થતી પર્યાયોથી જુદો ધ્રુવ શોધવા જાય છે, પણ તે નજરમાં આવતો નથી કેમકે એવો ધ્રુવ આત્મા કોઈ વસ્તુ જ નથી. અહાહા....! એકાંત ધ્રુવને માનનારા હું એક છું, અભેદ છું, ધ્રુવ છું-એમ જાણે છે તો પર્યાયથી, પણ પર્યાય છે એમ માનતા નથી તેથી તેઓ મિથ્યાદષ્ટિ છે, તેમને ધ્રુવ તત્ત્વની ઉપલબ્ધિ કદીય થતી નથી. સમજાણું કાંઈ....?
હવે કહે છે- “ચાવી' અને સ્યાદ્વાદી તો, ‘વિ-વસ્તુ–વૃત્તિ-માત ત– નિત્યતાં પરિસૃશન' ચૈતન્ય વસ્તુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, ‘નિત્ય જ્ઞાન નિત્યતા–પરિવારે પ ૩Mવનમ્
સાવતિ' નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ) માને છે- અનુભવે છે.
અહાહા ! ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ જેનો સ્વભાવ છે એવો જ્ઞાનાનંદ-નિત્યાનંદ પ્રભુ અસ્તિરૂપ માપદાર્થ છે. એની વર્તમાન દશા ક્રમથી થાય છે. પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. ક્રમવર્તી એટલે શું? પર્યાય પલટીને બીજી થાય માત્ર એમ નહિ, પરંતુ પલટીને જે કાળે જે થવાની હોય તે જ થાય. પ્રવચનસારમાં મોતીના હારનો દાખલો આપ્યો છે. જેમ ૧૦૮ મોતીનો હાર હોય તેમાં બધાંય ૧૦૮ મોતી-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં પ્રકાશે છે. તેમાં કોઈ આડું-અવળું કે આગળ-પાછળ કરવા જાય તો હાર તૂટી જાય. તેમ આત્મામાં ત્રિકાળવર્તી સર્વ પર્યાયો-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં (સ્વકાળમાં) પ્રકાશે છે. એટલે શું? કે જે અવસ્થા જે કાળે પ્રગટ થવાની હોય તે કાળે તે જ પ્રગટ થાય. કોઈ આગળ-પાછળ કે આડી-અવળી ન થાય. આવું પર્યાયોનું ક્રમવર્તીપણું ધર્મી જાણે છે તેથી ક્રમ દ્વારા તેની અનિત્યતાને જાણતો થકો, વસ્તુ જે નિત્ય છે તે અનિત્યતાથી વ્યાસ હોવા છતાં, તેને ઉજ્વળ-નિર્મળ અનુભવે છે, વસ્તુ વસ્તુપણે ત્રિકાળી નિત્ય હોવા છતાં ધર્મી પુરુષ પર્યાયમાં અનેકરૂપતા ક્રમસર થાય છે તેને જાણે છે, અને છતાં અનેક અવસ્થાઓ છે માટે હું અનેકરૂપ, મલિન, અશુદ્ધ થઈ ગયો એમ નહિ માનતો થકો તે નિત્ય શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવે છે.
ભાઈ ! વસ્તુ જે નિત્ય છે તે જ અનિત્ય છે, ને જે અનિત્ય છે તે જ નિત્ય છેઆવું પ્રમાણજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પર્યાયમાં નિર્મળતા-ધર્મ પ્રગટ થતો નથી.
ધર્મી જીવ આત્માની વર્તમાન દશામાં ક્રમવર્તીપણે જે અનિત્યતા વર્તે છે તેને જાણતો થકો, અવસ્થામાં એક પછી એક પર્યાય થાય છે એનાથી સહિત હોવા છતાં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com