Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 474
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૪૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પર્યાયનો કર્તા કહીએ તે સદભુત વ્યવહારનય છે. કેમકે ભેદ પડ્યો ને? અને પરદ્રવ્યને નિમિત્તને કર્તા કહેવો એ અસભુત વ્યવહારનય છે. સમજાણું કાંઈ....? ભાઈ ! પ્રત્યેક દ્રવ્યની ત્રણેકાળની પર્યાયો-પોતાની પ્રત્યેક પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ( વિલક્ષણતા) થાય એ વાત રહેતી નથી. વળી આથી દ્રવ્યમાં પ્રગટ થતી પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ સિદ્ધ થાય છે. પર્યાય વિકારી કે નિર્મળ હો, તે પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે. પણ એનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે જ્ઞાયકસ્વભાવની અંતર્દષ્ટિ થાય ત્યારે. જ્ઞાનસ્વભાવની અંતર પ્રતીતિ થાય ત્યારે જ કમબદ્ધ, ભવિતવ્યતા, કાળલબ્ધિ ને નિમિત્તાદિનું સમ્યક જ્ઞાન થાય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. કોઈ સર્વથા પર્યાયને જ આત્મા માને છે તો કોઈ સર્વથા નિત્ય ધ્રુવ દ્રવ્યને જ આત્મા કહે છે; કોઈ સર્વથા આત્માને એકરૂપ માને છે તો કોઈ સર્વથા અનેકરૂપ માને છે. વળી કોઈ સ્વ-પરને એક કરી માને છે. આમ અનેક પ્રકારે પક્ષપાત કરી એકાંતવાદીઓ પોતાના આત્મતત્ત્વનો નાશ કરે છે, અર્થાત્ વસ્તુતત્ત્વને પ્રાપ્ત થતા નથી. અરે! જીવોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાની દરકાર નહિ એટલે શાસ્ત્રના અર્થ પણ પોતાની મતિ-કલ્પનાથી કરે છે; શાસ્ત્રને ખરેખર શું કહેવું છે એ સમજવા પ્રતિ પોતાની બુદ્ધિને દોરી જતા નથી. વળી કેટલાક કહે છે–ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે. એમાં કઈ યોગ્યતા કાર્યરૂપ પરિણમે એ નિમિત્તોને આધીન છે. જેવું નિમિત્ત આવે તેવું કાર્ય થાય. હવે આવા જીવો પણ કાર્ય પરથી -નિમિત્તથી થવાનું માનનારા છે. તેઓ વસ્તુના પરિણમનનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ માનતા નથી. તેમના જ્ઞાનમાંથી પણ વસ્તુઆત્મતત્ત્વ છૂટી ગયું છે અર્થાત્ દષ્ટિમાં તેઓએ આત્મતત્ત્વનો નાશ કર્યો છે. તેઓ એકાંતના ઝેરને પીને મૂચ્છિત થઈ મૂઢપણે વર્તતા સંસારમાં પરિભ્રમે છે. હવે કહે છે- “તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાન્તસ્વરૂપપણું પ્રગટ કરે છે–સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.” જ્ઞાનમાત્ર આત્મવસ્તુ કહેતાં તેમાં જ્ઞાન એક જ ગુણ છે એમ નહિ, એની સાથે દર્શન, સુખ, વીર્ય, અસ્તિત્વ, નાસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો હોવાનું સિદ્ધ થાય છે. કેવી રીતે? તો કહે છે- જો પોતાના આત્મા તરફ દખી અનુભવ કરીને જોવામાં આવે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479