Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 476
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૪૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦ જે સમયે પરમાત્મસ્વરૂપ નિજ જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરીને નિર્ણય કરવા પ્રતિ ઉદ્યમશીલ થાય છે ત્યારે અંદરમાં જે પર્યાય વળે છે તે સ્વથી વળે છે, કોઈ ૫૨ની સહાય કે ટેકો છે તો અંતર્મુખ વળે છે એમ એમાં ભાસતું નથી. શું કીધું? સ્વનું લક્ષ કરીને સ્વતંત્ર પણે જ્યાં પર્યાય પ્રગટી ત્યાં એમાં એને ખ્યાલ આવી જાય છે કે હું મારાથી છું ને પરથી નથી; અર્થાત્ કર્મનો ઉદય મંદ પડયો કે એનો અભાવ થયો માટે સ્વ તરફનો પુરુષાર્થ થયો છે એમ એમાં ભાસતું નથી. અહાહા.....! વસ્તુએ હું એક છું, ને પર્યાયે અનેક છું, ને એ બધું મારાથી-પોતાથી છે, પરથી નહિ–આમ બધું જ્ઞાનમાં સિદ્ધ-નિશ્ચિત થઈ જાય છે. આ રીતે, કહે છે, અનેકાન્ત વીતરાગ સર્વજ્ઞદેવનું કોઈથી તોડી ન શકાય એવું અલંઘ્ય શાસન છે. અનેકાન્ત તો વસ્તુનું સ્વરૂપ છે, એને જૈન ૫રમેશ્વરનું શાસન કેમ કહ્યું ? અહા ! શક્તિએ તો દરેક આત્મા પોતે અંદર પરમેશ્વર છે. પણ આવું વસ્તુનું સ્વરૂપ વીતરાગ જૈન પરમેશ્વરે પ્રગટ કરી બતાવ્યું છે તેથી એને જૈન પરમેશ્વરનું શાસન અહીં કહે છે. અહા! આવું જિનદેવનું શાસન અલંઘ્ય છે. અહા! અંદર જિનસ્વરૂપ ભગવાન આત્મા છે. જે પુરુષ પોતાના આવા નિજસ્વરૂપને અબદ્ધસૃષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત, અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-એમ સમયસાર ગાથા ૧૫ માં આવ્યું ને ? અહા ! આ જિનશાસન અલંઘ્ય છે એમ કહે છે. આ રીતે તે અર્થાત્ અનેકાન્ત વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સ્થિત થયો-સિદ્ધ થયો. ભાઈ! પોતે વસ્તુતત્ત્વ એક છે તે જ પોતાની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા કરવામાં વ્યવસ્થિત-સુનિશ્ચિત છે. અહા! નિજ પર્યાય-અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્ત્વ-વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે, પોતાની પર્યાયની વ્યવસ્થા બીજો કરે એ જૈનશાસનને માન્ય નથી. વસ્તુ પોતે જ સ્વરૂપથી એવી છે કે પોતાની વ્યવસ્થા (પ્રતિસમયની અવસ્થા) પોતે જ કરે; બીજો કોઈ એની વ્યવસ્થા કરે છે એમ ભાસે તે ભ્રાન્તિ છે. આમ વસ્તુના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે અંતરમાં પોતે પોતાને વાળતો થકો સ્થિત થાય છે, નિશ્ચિત થાય છે. અર્થાત્ પોતે પોતામાં અંતર્દષ્ટિ કરી સ્થિર થાય છે ત્યાં જેવી અનેકાંતસ્વરૂપ વસ્તુ છે તેવી પોતાને સિદ્ધ થઈ જાય છે, અનુભવમાં આવી જાય છે. અહા! ધર્મીને આમ જે નિર્વિકલ્પ નિર્ણય (નિશ્ચયરૂપ જ્ઞાન ) થયો તે પોતે કર્તા થઈને કર્યો છે, એમાં કોઈ અન્ય કર્તા ભાસતો નથી. પોતે જ પોતાને પ્રમેય થયો, ને પોતે જ પોતાને પ્રમાણ કર્યો, એમાં ૫૨ની સહાય-અપેક્ષા છે જ નહિ. સમજાણું કાંઈ..... ? અહાહા...! પોતે પોતાથી જ પોતાને જણાય, ને પોતે જ પોતાને જાણે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ ! આ સૂક્ષ્મ પડે પણ કાંઈ કરવાનું હોય તો આ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479