Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 466
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે એમ જાણી પોતાના શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમાં લીન થઈ પ્રવર્તતો જ્ઞાની શોભે છે. જુઓ, આ જ્ઞાનીની શોભા! જ્યારે અજ્ઞાની પરભાવથી મારી દશા થાય, પરભાવ વિના મને ન ચાલે-એમ જાણતો થકો પરભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે અશોભા છે, કલંક છે. પણ શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને ? એમ નથી ભાઈ ! શરીરની નિરોગતા હોય તો મનની ફુર્તિ રહે ને ધર્મ થઈ શકે એમ માની અજ્ઞાની શરીરથી એકત્વ કરે છે, પણ એ તો અશોભા છે, કલંક છે ભાઈ ! કેમકે શરીરથી એકત્વ છે એ જ મિથ્યાત્વનું મહાકલંક છે. જ્ઞાની તો રોગના કાળે પણ હું રોગની દશાનો જાણનાર માત્ર છું એમ જાણી પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેતો થકો ઉજ્વળ પવિત્ર શોભાને પામે છે. લ્યો, આવી વાત છે. આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે: * કળશ ૨૬૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પશુ.' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “પ્રાદુર્ભાવ– વિરામ–મુદ્રિત–વદત– જ્ઞાન–વંશ–નાના–માત્મના નિર્દાનાત' ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (પરિણમતા) જ્ઞાનના અંશો તે–રૂપ અનેકાત્મકપણા વડ જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, ‘ક્ષણમ9–$–પતિત:' ક્ષણભંગના સંગમાં પડેલો, ‘પ્રાય: નશ્યતિ' બાહુલ્યપણે નાશ પામે છે . જુઓ, શું કીધું ? કે આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત છે. એટલે શું? કે તે ધવપણે નિત્ય ટકતો એવો નવી નવી અવસ્થાપણે ઉત્પન્ન થાય છે, ને પૂર્વપૂર્વ અવસ્થાપણે નાશ પામે છે. આમ એક સમયમાં અનંતગુણની અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે, અને બીજે સમયે તેનો વ્યય થઈ જાય છે. આ વસ્તુનો પર્યાયધર્મ છે. આમ આત્મા નિત્ય-અનિત્ય બન્નરૂપ છે. છતાં અજ્ઞાની ઉત્પાદ-વ્યયથી લક્ષિત અર્થાત્ ઉત્પાદ-વ્યયથી જાણવામાં આવતા જ્ઞાનના અંશરૂપ અનિત્ય ભાવોમાં જ એકાંતે આ આત્મા છે એમ નિર્ણય કરે છે, એમ માને છે. અહાહા....! શું કીધું? કે ક્ષણભંગના સંગમાં પડેલો-અનિત્ય પર્યાયના સંગમાં પડેલો તે આ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય જેટલો જ હું આત્મા છું એમ માને છે. તે પોતાનો જે ધ્રુવ નિત્યપણાનો સ્વભાવ છે તેને માનતો જ નથી. પોતાના નિત્ય સ્વભાવને દૃષ્ટિઓઝલ કરી, આ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા વહેતા જે જ્ઞાનના અંશો તે જ હું આખો આત્મા છું એમ તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479