________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) નથી. (જે દેવ-ગુરુ આદિ પરદ્રવ્યથી લાભ થવાનું માની તેનું સેવન કરે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ થતો જ નથી).
પ્રશ્ન:- શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. તે નરક ગતિના ઉદયને લઈને છે કે નહિ?
ઉત્તર- નરકગતિના ઉદયને લઈને તેઓ (શ્રેણીક રાજા) નરકમાં ગયા છે એમ કહેવું તે નિમિત્તપરક વ્યવહારનું કથન છે. વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે, નરકગતિનો ઉદય તો નિમિત્તમાત્ર છે. કર્મનિમિત્ત છે ખરું, પણ એનાથી નરકમાં ગયા છે એમ નથી. નિમિત્ત છે તે અનુકૂળ છે, પણ તે અનુકૂળ (-નિમિત્ત) અનુરૂપને (નૈમિત્તિક પર્યાય ) રચતું નથી.
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બંધાય છે. તે છ પ્રકાર જે છે તે નવાં કર્મ બંધાય એને અનુકૂળ છે, અને કર્મ બંધાય તે નૈમિત્તિક કાર્ય અનુરૂપ છે. ત્યાં અનુકૂળ (નિમિત્ત) છે તે નૈમિત્તિક-અનુરૂપને રચતું નથી. છ પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી. પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં સર્વત્ર પરથી જ કાર્ય થવાનું ને પરથી જ પોતાને લાભ થવાનું માને છે. આ રીતે તે પોતાને સર્વદ્રવ્યમય સ્વદ્રવ્યના ભ્રમથી અર્થાત્ હું પર વડે જ છું એવા ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, અંદરમાં હું પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છું એમ તેનું લક્ષ થતું નથી. ખરેખર તો સ્વદ્રવ્યની અપેક્ષા પરદ્રવ્ય અદ્રવ્ય છે અર્થાત કાંઈ નથી, પણ આણે (અજ્ઞાનીએ) તો પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનો ભ્રમ કરી પોતાને અદ્રવ્ય (કાંઈ નહિ, શૂન્ય) કરી નાખ્યું. લ્યો, આવો મોટો અપરાધ ! આ પજુસણ પછી ક્ષમાપના દિન મનાવે છે ને! ખરેખર તો ક્ષમાપના એણે પોતાના નિજ ભગવાન આત્મા પાસે લેવાની છે. તે આમ કે-હે નાથ! મેં અનાદિથી આજ પર્યત પરને પોતાના માન્યા, અને પોતાને પરરૂપ માન્યો; નાથ! ક્ષમા કરો. લ્યો, આમ પદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્તિપણે નિશ્ચય કરવો એનું નામ ક્ષમાપના છે. એ જ કહે છે
ચાવી તુ' અને સ્યાદ્વાદી તો, “સમસ્તવસ્તુ9 પદ્રવ્યાત્મના નાસ્તિતાં નીનન' સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, ‘નિર્મનં–શુદ્ધ-વોમહિમા' જેનો શુદ્ધ જ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, ‘સ્વદ્રવ્યમ્ વ ગાશ્રયેત્' સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
જુઓ, સ્યાદ્વાદી-ધર્મી તો એમ માને છે કે-પરદ્રવ્ય હો તો હો, મને એ કાંઈ નથી; અર્થાત્ પરદ્રવ્યથી મારી નાસ્તિ છે. મારું હોવું પરદ્રવ્યને લઈને નથી, અને મારે લઈને પરદ્રવ્ય નથી. આમ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com