Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 455
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૪૩૯ સ્યાદ્વાદી તો પરશયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે, તેથી જ્ઞયોથી જુદા એવા જ્ઞાનના પંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી. ' અહાહા ! સ્યાદ્વાદી તો મારી દશા મારાથી થઈ છે, પરથી–નિમિત્તથી નહિ એમ યથાર્થ જાણે છે. અહા ! સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા હો, કે ગુરુ કે શાસ્ત્ર હો, મારી અવસ્થા એનાથી નાસ્તિપણે જ છે, એને લઈને મારી દશા થઈ જ નથી-એમ માનતો ધર્મી પુરુષ, સ્વદ્રવ્યના આલંબને, આ હું જ્ઞાનકુંજ આત્મા છું એમ વર્તતો થકો, જિવિત રહ્યું છે, નષ્ટ થતો નથી. અહાહા...પોતાના એક ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતો જ્ઞાની પોતાને જીવતો રાખે છે, અર્થાત્ સત્યાર્થ આનંદનું જીવન જીવે છે. મારી અવસ્થા પરથી છે એમ પરાશ્રયમાં તે પ્રવર્તતો નથી. પ્રશ્ન:- તો ક્ષાયિક સમકિત તીર્થંકર કેવળી આદિની સમીપમાં જ થાય એમ શાસ્ત્રમાં આવે છે તે શું છે? ઉત્તર- એ તો ભાઈ ! યથાર્થ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે. બાકી ક્ષાયિક સમકિતી, કવળીની સમીપમાં હું છું માટે ક્ષાયિક સમતિ થયું છે એમ માનતા નથી. જ્ઞાનકુંજ પ્રભુ આત્માની સમીપતા જ મુખ્ય છે, કેવળીની સમીપતા કહેવી તે વ્યવહાર છે. સમજાણું કાંઈ...? ભગવાન કેવળીને જે કેવળજ્ઞાનની દશા પ્રગટી તે આત્માનો પૂર્ણ આશ્રય થતાં પ્રગટી છે; મનુષ્યપણું હતું ને શરીરનાં હાડકાં મજબુત હતાં, ને કર્મ ખસી ગયાં-નાશ પામી ગયાં માટે પ્રગટી છે એમ નથી, છતાં એમ કહેવું એ વ્યવહાર છે. અહા ! ધર્મીને કિંચિત્ રાગ હોવા છતાં રાગમાં ધર્મી નથી, એ તો નિરંતર પોતાના જ્ઞાન ને આનંદમાં છે, કેમકે તે આત્માની સમીપ છે; જ્યારે અજ્ઞાની સમોસરણમાં બેઠો હોય તોય એ રાગમાં છે, કેમકે તેને આત્મા સમીપ નથી, તે તો પરથી પોતાની અસ્તિ માને છે. સમજાણું કાંઈ....? આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે: * કળશ ૨૫૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ:' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “પરમાવ–માવ–નના' પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479