________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩/૯ તેનું જ સ્મરણ અને ધ્યાન રાખો. તેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છે:
* કળશ ૨૪૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ રૂમ માત્મનઃ તત્ત્વનું જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્' આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- “વહુ' કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જે કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), ‘ મ્' એક છે (અર્થાત અખંડ હોવાથી એકરૂપ છે), ‘મવેત્ત' અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી-શયરૂપ થતું નથી), ‘સ્વસંવેદ' સ્વસંવેધ છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), ‘મવાદિત' અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
આ સમયસારનો છેલ્લો કળશ છે. શું કહે છે? કે આ રીતે આ આત્માનું તત્ત્વ એટલે કે પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાનમાત્ર નક્કી થયું. અહાહા..! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાનમાત્ર વાસ્તવિક સ્વરૂપ છે એમ નક્કી થયું. આ જે નવતત્ત્વ-જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્યને પાપ છે તેમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહે છે. આ આત્મા જગતનું નેત્ર અર્થાત્ જગનો જાણનાર-દેખનાર માત્ર છે. પોતા સિવાય પરમાં એ કાંઈ કરતો નથી એવો તે અકર્તા પ્રભુ છે. પરનો તો શું, નિશ્ચયે તો એ પોતાની પર્યાયનોય કર્તા નથી. ઝીણી વાત છે પ્રભુ ! હું પર્યાયને કરું એમ ક્યાં છે એમાં ? પ્રત્યેક સમય પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો પર્યાય જ પર્યાયની કર્તા છે. (દ્રવ્યને કર્તા કહીએ તે વ્યવહાર છે).
અરે! આ કરું ને તે કરું-એમ મિથ્યા ભાવ વડ અનંતકાળથી એ ચોરાસીના અવતારમાં રઝળે છે. પંચમહાવ્રતની ક્રિયા એણે અનંતવાર કરી, ને બહારમાં મુનિપણું એણે અનંતવાર લીધું. પણ ભાઈ ! એ કોઈ એની ચીજ (સ્વરૂપ, વસ્તુ) નથી, ભગવાન આત્મા તો જ્ઞાનમાત્ર સ્વરૂપ જ છે. અહાહા...! જ્ઞાનચક્ષુ-જગતચક્ષુ ભગવાન આત્મા જગતનો જાણનાર-દેખનાર માત્ર છે, કરનારો નહિ. આ એનાં દષ્ટિ, અનુભવ ને રમણતા કરવાં એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
હવે કહે છે- આ જ્ઞાનમાત્ર નક્કી થયું એ આત્માનું તત્ત્વ અખંડ છે. અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. જરી ઝીણી વાત છે. પ્રભુ! તું સાંભળ. આ જ્ઞાન શયોને જાણે છે તો જ્ઞાન અનેક
યાકારરૂપ થઈ ગયું છે એમ નથી. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો; તો જ્ઞાન જ્ઞયોને જાણે છે, પણ યોને જાણતાં કાંઈ જ્ઞાન જ્ઞયાકારરૂપ થઈ જાય છે એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com