________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO : પ્રવચન રત્નાકર ભાગ-૧) કાંઈ (કાર્યકારી) નથી; એ તો બધો રાગ છે, આકુળતાનું-દુ:ખનું કારણ છે. છ૭ઢાલામાં આવે છે ને કે
| મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો, આ તો મારગડા જુદા છે બાપા! હુજારો રાણી અને રાજપાટ છોડીને પંચમહાવ્રતના પરિણામમાં જોડાય તોય વિભ્રમવશ તે દુઃખને જ વેદે છે. ઓહો! અનંતગુણધામ નિત્યાનંદ પ્રભુ પોતે છે તેનો અંતર-અનુભવ કરવાનું છોડી જે શુભાશુભને જ ઉત્પન્ન કરે છે તે દુઃખને જ વદે છે. સમજાણું કાંઈ...?
ચારિત્ર તો બાપુ! પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્યપાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા
૧. શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને ૨. શુભાશુભ ભાવને પણ યથા સંભવ દૂર કરે છે.
લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? ભાઈ ! આ તો મારગ જ વીતરાગનો જુદો છે બાપુ !
અરે ! આ જગતની મોહજાળ એને મારી નાખે છે. તેમાંથી કદાચ નીકળી જાય તો શુભભાવની મોહજાળમાં ફસાઈ જાય છે. અહીં કહે છે- શુભાશુભની મોહજાળને દૂર કરીને પોતે જ પ્રવજ્યારૂપ પામીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત દેખવું.
પહેલાં કહ્યું કે – પુણ્ય-પાપના ભાવ થાય તે પર્યાય આત્માની છે માટે તે આત્મા છે. પણ તેનું મૂળ વિભ્રમ છે ને તેનું ફળ સંસાર છે. તેથી હવે કહે છે- તેને દૂર કરીને સ્વસ્વરૂપમાં રમણતા થાય તે ધર્મ છે, ચારિત્ર છે. છ જરી વિકલ્પ છે તે ગૌણ છે, અહીં મુખ્ય તો સાતમાની વાત છે. દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે તેનું નામ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષા છે. જોયું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ થવી તે સ્વસમય ને શુભાશુભ ભાવ થાય તે પરસમય.
પ્રશ્ન:- દર્શન-જ્ઞાન-ચારિત્રમય તો બધાય જીવો છે? ઉત્તરઃ- અહીં એ વાત નથી; અહીં તો પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com