________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૧
સૂક્ષ્મ વાત છે પ્રભુ! ભગવાન! તારી ચીજ અંદર કેવી છે તેને જાણવા પ્રતિ અંદર લક્ષ કર્યું નથી! અરે સ્વ-સ્વરૂપને સમજ્યા વિના ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને તારા સૌથા નીકળી ગયા છે ભાઈ! નરક, ઢોર-તિર્યંચ વગેરેમાં રખડી રખડીને તું દુ:ખી દુ:ખી થયો છે ભાઈ ! તારા દુઃખની વાત શું કરીએ? એ તો અકથ્ય-અકથ્ય છે.
આ શેઠીઆ બધા આનંદકંદ પ્રભુ આત્માને જાણ્યા વિના હમણાં પણ દુ:ખી જ છે. દુઃખી ન હોય તો આનંદનું વેદન હોવું જોઈએ ને ? ભાઈ ! ચાહે પાંચ-પચાસ કરોડની ધૂળ (સંપત્તિ) મળી હોય, શરીર સુંદર-રૂપાળું હોય, પણ તેને પોતાનાં માને એ માન્યતા જ દુઃખરૂપ છે. પૈસા ક્યાં આત્માની ચીજ છે? તેને આત્મા લઈ પણ ના શકે, દઈ પણ ના શકે; તથાપિ હું કમાઉં ને હું દાન કરું એવી માન્યતા કરે એ દુઃખરૂપ છે ભાઈ ! અહીં અત્યારે આ વાત નથી. અહીં તો આ કહે છે કે-જેમ દીવો ઘટ-પટને પ્રકાશવા પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “મને પ્રકાશો” એમ ઘટપટાદિ પદાર્થો દીવાને કહેતા નથી તેમ જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા દેહાદિ પદાર્થોને જાણતાં પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “ મને જાણો”–એમ તે દેહાદિ પદાર્થો આત્માને કહેતા નથી. બહુ ઝીણી વાત ભાઈ !
વાત !
અરે ભગવાન! તું જાણનારસ્વરૂપ છો. જાણનાર એવો તું તને જાણે નહિ એ કેવી આ દેદેવળમાં પોતે સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, સહજાનંદસ્વરૂપ પૂર્ણ પ્રભુ બિરાજે છે. અહા ! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી અંદર ઠસાઠસ ભરેલો છે, છતાં અરે તું પરમાં સુખ માને છે! મૂઢ છો કે શું? ઇન્દ્રિયના વિષયમાં સુખ છે. સુંદર સ્ત્રીના શરીરમાં સુખ છે, પૈસામાં સુખ છે–એમ માની અરે તું કેમ ભિખારીવેડા કરે છે?
પ૨વસ્તુ તો તેના કારણે આવે છે અને તેના કારણે જાય છે. તું તો પ્રભુ! તેનો જાણનારમાત્ર છો. લોકોમાં કહે છે ને કે-“દાણે દાણે ખાના૨નું નામ.” એનો અર્થ શું? એ જ કે જે ૫૨માણુ આવે છે તે તેના કારણે આવે છે, અને જે નથી આવ્યા તે પણ તેના કા૨ણે જ નથી આવ્યા. ભાઈ ! તારાથી તે આવે કે દૂર થાય એમ ત્રણકાળમાં બનવાજોગ નથી. તેથી પોતાનો આનંદ પોતામાં પૂર્ણ ભરેલો હોવાં છતાં પોતાને ભૂલીને કસ્તૂરીમૃગની જેમ તું બહાર ઝાવાં નાખે છે, બહાર સ્ત્રીના શરીરમાં, પૈસામાં વિષયમાં સુખ ગોતે છે એ તારી મૂર્ખતા-પાગલપણું છે.
અહીં કહે છે-દેદેવળમાં રહેલો, દેહથી ભિન્ન ચૈતન્યદેવ દેહને પ્રકાશતાં પોતાનું સ્વસ્થાન છોડી ત્યાં દેહમાં જતો નથી (દેહરૂપ થતો નથી), જ્ઞાનસ્વરૂપ જ રહે છે. તથા આ દેહ કહેતો નથી કે ‘તું મને પ્રકાશ ’; પ્રકાશવું એ તો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com