________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૩૯
સમયસાર ગાથા ૩૭૩ થી ૩૮૨ : મથાળું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તું અમને જાણ” , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (–સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગી-દ્વષી થાય છે તે તેનું અજ્ઞાન છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છે:
* ગાથા ૩૭૩ થી ૩૮૨ : ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ દષ્ટાંત કહે છે : “આ જગતમાં બાહ્ય પદાર્થ-ઘટપટાદિ, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડ તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ,” અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઈને તેને (બાહ્ય પદાર્થને ) પ્રકાશવા જતો નથી.”
જુઓ, શું કહે છે? આ બહારના પદાર્થો-ઘડો, વસ્ત્ર, પુસ્તક, આ લાકડી વગેરે દિવાને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ. અહાહા...! પ્રકાશવું એ તો દીવાનો સ્વભાવ
છે. ઘટ-પટ વગેરે છે માટે દીવો પ્રકાશે છે શું એમ છે? શું ઘટ-પટાદિ પદાર્થો એમ કહે છે કે- “મને પ્રકાશો” ના, એમ છે નહિ. વળી દીવો ઘટ-પટાદિને પ્રકાશે છે તોપણ, લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ, પોતાના સ્થાનથી ખસીને પરપદાર્થોને પ્રકાશવા જતો નથી. દીવો દીવામાં જ રહે છે ને પરપદાર્થ પરપદાર્થમાં દીવો પોતાનું સ્થાન છોડીને પરપદાર્થને પ્રકાશવા જતો નથી. આવી વાત! હવે કહે છે
“પરંતુ વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.
લ્યો, વસ્તુ-સ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી. શું કીધું? દીવાનો પ્રકાશવાનો સ્વભાવ ઘટપટાદિ પર પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વળી દીવાનો પ્રકાશસ્વભાવ ઘટ-પટાદિ પર પદાર્થોને ઉત્પન્ન કરી દે એમ પણ નથી કેમકે વસ્તુ-સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! ઘટપટાદિના કારણે દીવાનો પ્રકાશસ્વભાવ છે એમ નહિ અને દીવાના પ્રકાશસ્વભાવના કારણે પરપદાર્થો છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com