________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ઉત્પન્ન કરી શકતું નથી. આ વેપાર-ધંધા અને પૈસા કમાવા ઇત્યાદિ બધી જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. બહુ આકરી વાત ભાઈ! ભિન્ન પદાર્થ ભિન્ન પદાર્થની ક્રિયાને કરે એ જૈનમત જ નથી. આંહી તો પરથી ખસીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરે અને તેમાં જ ૨મે ત્યારે આનંદનો સ્વાદ આવે છે અને તે ધર્મ છે એમ કહે છે. આ જ જન્મ-મરણ મટાડવાનો ઉપાય છે, આ સિવાય કોઈ રીતે જન્મ-મરણના ફેરા મટે એમ નથી. સમજાણું કાંઈ... !
આત્મા શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે. અહાહા...! તેની જેને અંતરષ્ટિ થઈ તેને સ્વનું જ્ઞાન થાય છે, તેમ બાહ્ય પદાર્થોનું પણ જ્ઞાન તેને અડયા વિના જ થાય છે. જ્ઞાનનો આવો જ સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે જે વડે તે પોતે પોતાને અને ૫૨ને સ્વરૂપથી જ જાણે છે. ૫૨૫દાર્થ દૂર હોય કે સમીપ હોય, તેને જાણવા માટે તે પદાર્થની સમીપ જવું પડતું નથી, વા તે પદાર્થ સમીપ આવે તો જ આત્મા તેને જાણે, જાણી શકે-એમ નથી. અહા ! આવી વાત! આમાં ન્યાય સમજાય છે?
દુનિયાથી મોટો ફે૨ એટલે લોકો રાડુ પાડે કે-વ્યવહારને નિશ્ચયનું કારણ માનતા નથી.
અરે બાપુ! તને વ્યવહાર કોને કહીએ તેની ખબર નથી. જ્યારે રાગની રુચિ છોડી ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી નિજ વસ્તુનો અનુભવ કરે ત્યારે જે રાગાંશ બાકી રહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં વ્યવહારના શુભરાગથી ધર્મ થાય એવી તારી માન્યતા મિથ્યાત્વ છે, કેમકે ધર્મ તો એક વીતરાગભાવ છે. અહાહા...! જેને નિજ ચૈતન્યનું અંદરમાં ભાન થયું તેને હવે સર્વથા રાગ છે જ નહિ એમ માને તે પણ મિથ્યાત્વ છે અને એ રાગથી-વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એય મિથ્યાત્વ છે. ધર્મીને વ્યવહા૨ છે ખરો, પણ તેને તે ઉપાદેય-આશ્રય કરવાયોગ્ય છે એમ નથી. ઉપાદેય તો એક શુદ્ધ ચૈતન્યસ્વભાવી અંતઃતત્ત્વ જ છે. અહા! પોતાની પર્યાયમાં કમજોરી વશ જે રાગ છે તેને તે દુ:ખ છે, ઉપાધિ છે એમ જ્ઞાની જાણે છે.
ભાઈ! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદષ્ટિની છે. જો તો
ખરો, છઢાલામાં પં. શ્રી દોલતરામજી શું કહે છે
“મુનિવ્રત ધા૨ે અનંત વાર, ગ્રીવક ઉપજાયો;
û નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.”
એણે અનંતવા૨ મુનિવ્રત ધારણ કર્યાં, પંચ મહાવ્રત પાળ્યાં, પણ લેશમાત્ર સુખ ન થયું, અર્થાત્ દુ:ખ જ થયું. એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રત અને પંચ સમિતિના પાલનનો શુભરાગ દુઃખસ્વરૂપ જ છે. એને આત્માના આનંદનો સ્વાદ આવ્યો નહિ તેથી તે વ્રતાદિના રાગથી દુઃખ જ પામ્યો. આ મુનિવ્રત તે વસ્ત્રસહિત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com