________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરને કોણ દાન દઈ શકે? અહીં તો કહે છે-એ અનાજ, કપડાં, ઔષધ, આદિ પદાર્થો એમ કહેતા નથી કે “તું અમને જાણ,” અર્થાત્ તેઓ તને જાણવાનો રાગ પ્રેરતા નથી, અને તને જે મંદરાગ છે તેના કારણે કાંઈ તે ઔષધાદિ પદાર્થોનું વિચિત્ર-અનેકરૂપ પરિણમન થયું છે એમ નથી. ગજબ વાત છે ભાઈ ! મારગ બહુ ઝીણો! પણ વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ સમજ્યા વિના અવતાર ઢોર જેવો છે ભાઈ !
અહીં કહે છે પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી. અહા! “આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.” અહા ! પરમાં રોકાઈ રહીને રાગદ્વેષ કરે તે પોતાનો જ અપરાધ છે, એમાં પરનો કાંઈ દોષ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૨૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘qf––બુત–શુદ્ધ-વોઈ–મહિમા કર્થ વોલ્ફ' પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા ‘વોધ્યા' ય પદાર્થોથી ‘વાન્ પિ વિઝિયાં યાયા' જરા પણ વિક્રિયા પામતો નથી, ‘વીપ: પ્રવેશ્યાત્ રૂવ' જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા પૂર્ણ-જ્ઞાનાનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. વળી તે અનંત ગુણસ્વભાવમય અભેદ એક છે; તથા અય્યત છે. એટલે શું? કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્યભાવ તેમાંથી ચુત થતો નથી. અહાહા...! સમ્યગ્દષ્ટિ પુરુષ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે કે હું પૂર્ણ, એક, અચળ, શુદ્ધ, નિર્વિકાર જ્ઞાનસ્વરૂપ વસ્તુ છું. અહાહા...! આવો એક જ્ઞાનસ્વભાવ જેનો મહિમા છે એવો જ્ઞાયક પ્રભુ, કહે છે, શયપદાર્થોથી જરાપણ વિક્રિયા પામતો નથી. અહાહા....! એનું સ્વરૂપ જ જાણવું-દેખવું છે. પર્યાયમાં જે વિક્રિયા પામે છે તે પોતાનો અપરાધ છે, કોઈ જ્ઞયને કારણે વિક્રિયા પામે છે એમ નથી.
અહાહા...જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા જ્ઞય પદાર્થો તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે અન્ય હોતે મને જાણવા માત્રથી વિઝિયા-રાગ થાય છે એમ નથી, કેમકે જાણવું એ તો એનું સ્વરૂપ છે. ભગવાન કેવળી સમસ્ત જ્ઞયોને-ત્રણકાળ ત્રણલોકને-કેવળજ્ઞાનમાં એક સાથે જાણે છે, છતાં તેમને રાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com