________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૭ પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે છતાં દષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. આ જાણવામાં આવે છે એને જાણતો નથી અને પરને જાણું છું એવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત ) એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે.
અહીં સમીપ અને અસમીપ પદાર્થોમાં એકલા પરને જ જાણે છે એમ નથી તેથી આ વાત સાથે લીધી છે.
સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યવાળો ભગવાન આત્મા ચૈતન્યબિંબ તે જેની એક સમયની પર્યાયમાં જણાણો છે તેની જ્ઞાનની પર્યાયમાં જેમ આત્મા જણાય છે તેમ દૂર રહેલા પદાર્થો પણ તેને અડ્યા વિના જણાય છે. સમજાણું કાંઈ....?
અહા ! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે (જાણે) જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક (જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે.) એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણેકાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણપર્યાય બધું એક સમયમાં જણાય છે. આખુ જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી.
અરે પ્રભુ! તું કોણ છો અને તારું સામર્થ્ય શું છે એની તને ખબર નથી.
અહા! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે એવી બહાર પ્રગટ થાય. માટે દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ થઈ જાય, ઘટાડો થઈ જાય એમ નથી. દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. દ્રવ્યમાં કાંઈ ઓછું થતું નથી. અહા ! આવો અલૌકિક ચૈતન્યચમત્કારમય ભગવાન આત્મા છે. લોકો બહારમાં ચમત્કાર માને પણ એમાં તો ધૂળેય ચમત્કાર નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થઈ એ દ્રવ્યમાંથી પ્રગટ થઈ એમ વ્યવહારથી કહેવાય; નિશ્ચયથી દેખો તો પર્યાય, પર્યાયથી થઈ છે, દ્રવ્યથી નહિ. પૂરણ અનંતજ્ઞાનની પર્યાય પ્રગટી તે સર્વ લોકાલોકને જાણતી થકી પ્રગટી છે છતાં દ્રવ્ય-ગુણ તો એવાં ને એવા ત્રિકાળ એકરૂપ પડ્યાં છે; તેમાં કોઈ ઉણપ કે અધિકતા થઈ નથી. આમ સર્વ પડખેથી વસ્તુસ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ.
નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાય હતી, તેનો વિકાસ થઈ ને બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન થાય તે જ્ઞાનનો અનંતગુણો વિકાસ છે; અને કેવળજ્ઞાનની પર્યાય થાય એ તો એથીય અનંતગુણો વિકાસ છે. અહા! આવી જેમાં આખું જગતસ્વપરનાં દ્રવ્ય-ગુણ અને અનાદિઅનંત પર્યાયો જણાય એવી પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટવા છતાં ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ કે ઉણપ કે વિશેષતા થતી નથી. અહા ! આવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com