________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૫
જીવનને ચલાવવા માટે પણ શરીરને ખોરાક અને પાણી પૂરું પાડવું પડે છે. શક્તિઓ આવે છે ત્યારે જીવનમાં વિચારો સ્ફુરે છે અને જીવન ગતિમાન બને છે. આવી રીતે ધર્મના માધ્યમથી આત્માની અંદર એક શક્તિ ઊભી થાય છે. સત્કર્તવ્યો અને સદ્દવિચારોથી આ શક્તિ, આંતરિક ઊર્જા વધુ પ્રજ્વલિત બને છે. ધર્મ એ આત્માની તૃપ્તિનું સાધન છે. આ ક્રિયાથી આત્મામાં પરમ શક્તિ અને પ્રબળ ભાવના ઊભી થાય છે. ધર્મને જીવનમાં એટલે અત્યંત જરૂરી માનવામાં આવ્યો છે. ભોજન નહીં હોય તો ચાલે પરંતુ ધર્મ વગર ચાલી શકે નહીં. ધર્મ ન હોય તો આત્માનો વિકાસ થઈ શકે નહીં.
ધર્મ એ જીવનની અવસ્થા છે. જીવનમાં ધર્મની શી જરૂરત છે ? એવો પ્રશ્ન કરનારને એટલી ખબર હોવી જોઈએ કે ધર્મ એક અનુશાસન છે. જીવનને ગતિમાન બનાવવાનું પરમ સાધન છે. એ બંધન નથી. ધર્મની સાથે પ્રેમ આવી જાય તો એ બંધન મોક્ષનું કારણ બની જાય. ધર્મ સંસારનાં બંધનોથી માણસને મુક્ત બનાવે છે અને તેને મોક્ષ તરફ લઈ જાય છે. આમાં પ્રેમનું તત્ત્વ સામેલ થવું જોઈએ. દિલમાં એવી ભાવના પ્રગટ થવી જોઈએ કે મારે મારા આત્મકલ્યાણ અને સર્વ આત્માઓના કલ્યાણ માટે ધર્મ દ્વારા જીવનની વ્યવસ્થા પ્રાપ્ત કરવી છે. ધર્મ એ આત્માની વસ્તુ છે. તે આત્માથી ભિન્ન નથી. આત્મા સ્વયં ધર્મમય છે. તે મૂર્છિત દશામાં છે. તેને પ્રેમથી જાગ્રત કરવાની જરૂર છે. આગ અને આગની ગરમી અલગ નથી થઈ શકતાં, પાણી તેની શીતલતાથી ભિન્ન હોઈ શકે નહીં. આ બંને ગુણ અને ગુણી એક જ જગ્યાએ હોવાનાં. જ્યાં આત્મા નામનું દ્રવ્ય છે ત્યાં ધર્મ નામનો ગુણ પણ વિદ્યમાન રહેશે. વસ્તુનો સ્વભાવ જ તેનો ગુણધર્મ છે.
‘વસ્તુ સાઓ ધમ્મો' ભગવાન મહાવીરે જ્ઞાન આપ્યું છે, કે વસ્તુનો સ્વભાવ એ તેનો ધર્મ છે. આગનો સ્વભાવ છે જલાવવું, તે તેનો ધર્મ. પાણીનો સ્વભાવ છે શીતલતા, તે તેનો ધર્મ. આવી રીતે આત્માનો સ્વભાવ પરોપકાર વૃત્તિ, સદાચારની વૃત્તિ. આ બધાને ધર્મ માનવામાં આવ્યો છે.
ધર્મ શબ્દની વ્યાખ્યા ઘણી વ્યાપક અને વિસ્તૃત છે. આપણે લોકોએ શબ્દોના પૅકિંગમાં ધર્મને સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું છે. આ ભૂલ આપણી છે. પરમાત્માએ કદી કહ્યું નથી કે ધર્મ સંપ્રદાય છે. પરમાત્માએ તો સર્વના કલ્યાણ માટે ધર્મ પ્રરૂપેલ
છે.
એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે અંતઃવળ શુદ્ધિત્વમ્ તિ ધર્મત્વમ્ ! અંતઃકરણની પવિત્રતા એ ધર્મ છે. વિચારની પવિત્રતામાં જાતિ, સંપ્રદાય, દેશ કે એ ક્યાં જન્મ્યો છે તેનું કોઈ મહત્ત્વ નથી. તેનું અંતઃકરણ શુદ્ધ અને સાફ છે કે નહીં તે જ માત્ર જોવાનું છે. માનવતાની દૃષ્ટિથી માનવતા પર વિચાર કરવાનો છે. આત્માની દૃષ્ટિથી જગતના પ્રાણીમાત્રનો પરિચય કરવાનો છે. પ્રેમના માધ્યમથી આ પરિચય
For Private And Personal Use Only