________________
૨ ૧ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તેનું ચિંતન, ધ્યાન, જપ, સ્તુતિ, પૂજાદિ વિઘાન;
સુફળ ફળે નિજ ભાવથી દે મુક્તિ-સુખ-દાન. ૧૩ અર્થ - વીતરાગ ભગવાનની મુદ્રાનું ચિંતન કરવાથી કે એ વીતરાગ ભગવાનની મુદ્રાનું ધ્યાન કરવાથી કે તેના આપેલ મંત્રોનો જાપ કરવાથી કે તેના ગુણોની સ્તુતિ કરવાથી, કે તેની પૂજા આદિ વિધાન એટલે અનુષ્ઠાન વડે ભક્તિ કરવાથી પોતાના જ ભાવાનુસાર તે સલ્ફળના આપનાર થાય છે. અને અંતે મોક્ષસુખના દાતાર બને છે. ||૧૩ાા.
જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય
સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ અર્થ - શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ધ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ૧૪.
કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય;
તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. ઉપરા
એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન;
વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, શ્વાન. ૧૬ અર્થ - એના ઉપર એક દ્રષ્ટાંત છે તે હે ગુણવાન એવા રાજા! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. /૧૬
શબ ખાવા ક્રૂતરો ચહે, વ્યસનમન લોભાય
જીંવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭ અર્થ - તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શકત. ૧ળા
મુનિ મડદું દેખી કહે : “નરભવ દુર્લભ તોય,
ગણિકાએ તપ ના કર્યું; બ્લશો હવે ન કોય.” ૧૮ અર્થ - જ્યારે મુનિ ભગવંતે વેશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોઘરૂપ તપ કર્યું નહીં, અર્થાત તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી હે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાતુ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ૧૮
આમ અચેતન અંગથી ત્રિવિથ ભાવ-ફળ થાય,
વ્યસની નર નરકે ગયો, ભૂંખ-દુખ શ્વાન કમાય. ૧૯ અર્થ :- આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને