Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 188
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ જ્યાં એક દિન વૈરાગ્યવશ દ્વિજ સોમદેવ મુનિ બન્યા, નાગીના વિના સ્વજન સૌ વ્રત ગ્રહે શ્રાવક તણાં; નાગશ્રીને બહુ સોમિલા સારું કુમત તજવા કહે, પણ દુષ્ટ-બુદ્ધિ સર્વની નિંદા કરાવાને ચહે. ૩૦ અર્થ જ્યારે એક દિવસે વૈરાગ્યવશ બ્રાહ્મણ પિતા સોમદેવ મુનિ બન્યા ત્યારે એક નાગશ્રી વિના બીજા બધા સ્વજનોએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. ૩૬૦ નાગશ્રીને સોમિલા નામની સાસુ, કુમત એટલે કુબુદ્ધિને છોડવા માટે ઘણું કહે છે. પણ તે દુષ્ટ બુદ્ધિ નાગશ્રી તો સર્વની નિંદા કરાવવાને જ ઇચ્છે છે. ।।૩૦।। ઘ્યાની મહામુનિ ધર્મરુચિ નામે પધાર્યા પોળમાં, પડગાર્હી મુનિને નાગિલા દે ભેળવી વિષ ગોળમાં; વ્યાપી ગયું તત્કાળ વિષ, આરાઘના મુનિ તો કરે, સવાર્થ-સિદ્ધિ-સુખ વરે; ભાઈ ત્રણે મુનિપદ થશે. ૩૧ અર્થ :– ઘ્યાનના અભ્યાસી શ્રી ધર્મરુચિ નામના મહામુનિ આહાર અર્થે પોળમાં પધાર્યા કે તે મુનિને પડગાહી એટલે આવકાર આપી નાગિલાએ (નાગશ્રીએ) ગોળમાં વિષ ભેળવીને આપ્યું. તે તત્કાળ મુનિના શરીરમાં વ્યાપી ગયું. મુનિ તો આરાધના કરી દેહત્યાગી સર્વાર્થસિદ્ધિ વિમાનના સુખને તત્કાળ પામ્યા. અને સંસારનું આવું ભયંકર સ્વરૂપ જાણી ત્રણે ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. ।।૩૧।। સાસુ સહિત બે પુત્ર-વષૅ બની આર્થિકા વ્રત પાળતાં; સર્વે યથાશક્તિ કરી તપ દેવગતિ ઉપાર્જતાં; નાગશ્રીનું મૂંડાવી શિર, ખર ઉપર રે! બેસાર્ડીને પુર શેરીઓમાં ફેરવી; દુઃખ લોક દે રંજાડીને. ૩૨ અર્થ :– સોમિલા સાસુ સહિત બે પુત્રવધુ ઘનશ્રી અને મિત્રશ્રી પણ સાધ્વી બનીને વ્રત પાળી, યથાશક્તિ તપ કરી સર્વે દેવગતિને પામ્યા.સાધુ ભગવંતને વિષ આપવાથી નાગશ્રીનું માથું મુંડાવી, ખર એટલે ગધેડા ઉપર બેસાડી નગરની શેરીઓમાં ફેરવી, તેને લોકોએ રંજાડી ખૂબ દુઃખ આપ્યું. ।।૩૨।। મી તીવ્ર પાપે કોઢ રોગે, પંચમી નરકે ગઈ, ત્યાં શસ્ત્રછેદન, અગ્નિ શૂલારોહથી દુઃખી થઈ; ને સમદશ સાગર રહી મરી દૃષ્ટિવિષ સાપણ થઈ, બહુ પાપ કરી ગઈ બીજી નરકે, ત્યાંય ત્રણ સાગ૨ રહી. ૩૩ અર્થ :– આવા તીવ્ર પાપે કોઢના રોગથી વ્યાસ થઈને મરી જઈ તે નાગશ્રી પાંચમી નરકમાં ગઈ, ત્યાં શસ્ત્ર વગેરે દ્વારા છેદન ભેદનને પામી, અગ્નિના અને શૂલી આરોહણના ઘણા દુ:ખોને સપ્તદશ એટલે સત્તર સાગરોપમ સુધી ભોગવીને ત્યાંથી નીકળી દૃષ્ટિવિષ સાપણ થઈ. ત્યાં પણ બહુ પાપ કરીને પાછી બીજી નરકે જઈ ત્રણ સાગરોપમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યા. ।।૩૩।। સ્થાવર થઈ સાગર ભમી બે, પછી બની ચંડાલણી, વનમાં મુનિ મળતાં તજે મઘુ-માંસ શિખામણ સુણી;

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200