Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 197
________________ (૩૧) દાન ૩૬૯ અર્થ - જે પુણ્યથી મળેલા દ્રવ્યને માન મોટાઈ મેળવવા માટે વરા એટલે મોટું જમણ કરી નાતને જમાડવામાં, હોળીમાં જેમ લાકડા નાખીએ તેમ વાપરે, અથવા મોજશોખ માટે ગમે તેવા ફિનાલ ખર્ચા કરીને વાપરે તો તે રમા એટલે લક્ષ્મી ગઈ તે ગઈ જ સમજવી. તેની સાથે પુણ્ય પણ ખવાઈ ગયું. નવું પુણ્ય બાંધ્યું નહીં તેથી તે લક્ષ્મી પૂર્વ ભવે ફરી મળવાની નથી. II પણ ભક્તિથી પાત્રે રે વવાશે જો વિત્ત જરા, એક દાણાનાં ડંડા રે ઘણાં ઘરે જેમ ઘરા- જ્ઞાની. ૧૦ અર્થ - પણ ભક્તિપૂર્વક જો સત્પાત્રે દાન દેવામાં એ લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવશે તો જેમ એક દાણો વાવવાથી તેના ડંડા ઉપર સેંકડો દાણા આવે છે તથા તે બઘા દાણાઓને ફરી વાવવામાં આવે તો આ ઘરા એટલે પૃથ્વી તેના અનેક ડ્રડા બનાવી આપે છે, તેમ સત્પાત્રે દાન દેવાથી તે હજારો ગણું ફળ આપનાર નીવડે છે. તેના પર એક દ્રષ્ટાંત છે : ચાર વહુઓનું દ્રષ્ટાંત - એક શેઠને ચાર વહુઓ હતી. તે દરેકને શેઠે ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા. તેમાંથી એક જણીએ તો ખાઈ લીઘા. બીજીએ તેને તુચ્છ જાણી ફેંકી દીધા. ત્રીજીએ તેમાં કોઈ રહસ્ય જાણી ડાબલીમાં મૂકી અંદર કબાટમાં રાખી મૂક્યા. જ્યારે ચોથી વહુએ પોતાના પિયરે તે દાણાઓ મોકલી વાવવા જણાવ્યું. તેનો જે પાક આવે તે પણ પ્રતિ વર્ષે બઘો વાવવો એમ ભલામણ કરી. - હવે પાંચ વર્ષ પછી શેઠે તે દાણાઓ માંગ્યા. પહેલી વહુએ જેણે તે દાણાઓ ખાઈ લીઘા હતા તેને રસોડાનું કામ સોંપ્યું, જેણે ફેંકી દીઘા હતા તેને ઘરનો કચરો કાઢી રોજ બહાર ફેંકવાનું કામ સોંપ્યું. ત્રીજી વહએ જેણે ડાબલીમાં મૂકી રાખ્યા હતા તેને ઘરમાં પૈસા વગેરે સંભાળવાનું કામ સોંપ્યું અને જેણે પિયર મોકલી તે દાણાઓ વવરાવ્યા હતા તેને શેઠે જ્યારે પૂછ્યું ત્યારે તે વહુએ કહ્યું કે બાપુજી, તે દાણાઓ મંગાવવા માટે તો ગાડા જોઈશે. પછી ગાડાઓ મોકલી પિયરથી પાંચ દાણાઓનું હજારો ગણું થયેલું અનાજ મંગાવી શેઠને આપ્યું. શેઠે ઘરનો બળો વહીવટ તે વહને સોંપી પોતે નિવૃત્ત થઈ ઘર્મધ્યાનમાં લાગી ગયા. તેમ સુપાત્રમાં વાવેલું ઘન અનેકગણું થાય છે. (૧૦ તેમ પામો પુણ્યો રે અચિંત્ય માહાસ્ય વડે, સુખ સંપદા સંપજે રે નહીં દુઃખ વિઘ નડે. જ્ઞાની૧૧ અર્થ - દાનના અચિંત્ય માહાસ્ય વડે પુણ્યની કમાણી કરો તો અનેક પ્રકારની સુખ સંપત્તિ આવી મળશે અને કોઈ દુ:ખ કે વિધ્ર જીવને નડશે નહીં. દ્રષ્ટાંત - જેમ શાલિભદ્ર પૂર્વભવમાં ભરવાડના ભાવમાં ભાવપૂર્વક મુનિને ખીર વહોરાવી, તેનું પરિણામ દેવતાઈ રિદ્ધિ મનુષ્યલોકમાં પામ્યા. જે ખીર રડીને બનાવડાવી હતી પણ આત્મજ્ઞાની મહાત્માને વહોરાવતા જરા પણ સંકોચ કર્યો નહીં, પણ આનંદ માન્યો તેનું આ પરિણામ છે. I/૧૧ના મુમક્ષ જનોને રે જે જન દાન કરે; દે મુક્તિનું સાધન રે શિવ-પથ-પ્રીતિ ઘરે. જ્ઞાની. ૧૨ અર્થ - જે ખરા મુમુક્ષુ છે તેને મુક્તિ પ્રાપ્ત કરવામાં સહાયક એવા જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષથદાનના સાધનો આપે તો તે આપનારને તથા લેનાર બન્નેને મોક્ષમાર્ગમાં પ્રીતિ

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200