Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 196
________________ ૩૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુપાત્રે ન ખરચે રે જરાય જો એ સંપદા, ગુણવાન ગણે તે રે અર્થરૂપી આપદા. જ્ઞાની. ૮ અર્થ - પણ એ સંપત્તિને જો સમ્યદ્રષ્ટિ આદિ ઉત્તમ સુપાત્ર જીવોના દાન માટે વાપરે નહીં અથવા શાસ્ત્રોમાં સાત પ્રકારના ઉત્તમ ક્ષેત્ર કહ્યાં છે તે જિનબિંબ, જિન આગમ, જિન મંદિર, સમ્યવૃષ્ટિ એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના ઉપયોગમાં વાપરે નહીં તો ગુણવાન એવા જ્ઞાની પુરુષો તે અર્થને અર્થાત્ ઘનને માત્ર આપત્તિ જ જાણે છે. કેમકે તે જીવને મમત્વભાવ કરાવી, બુદ્ધિ બગાડી અંતે અધોગતિમાં લઈ જનાર સિદ્ધ થાય છે. તેના ઉપર એક દ્રષ્ટાંત છે : ચારમિત્રોનું દ્રષ્ટાંત – વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની ચાર મિત્રો હતા. ચારે દ્રવ્ય મેળવવા દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રે એક ઉદ્યાનમાં વડવૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે વડવૃક્ષની શાખા સાથે એક સુવર્ણનો પુરુષ તેઓના જોવામાં આવ્યો. તે સુવર્ણપુરુષ બોલ્યો કે – “હું અર્થ છું પણ અનર્થને આપનાર છે. તે સાંભળી ભય પામી બઘાએ તેનો ત્યાગ કર્યો, પણ તે સોનીથી તેનો લોભ મૂકાયો નહીં. સોનીએ તે પુરુષને “પડ' એમ કહ્યું એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો એક ખાઈમાં તેને ગોપવ્યો, પણ સર્વની દ્રષ્ટિ તેના પર પડી. આગળ ચાલતા બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણ ગામમાં ભોજન લેવા માટે ગયા. જે બે ગામ બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે ગામમાં ગયેલા બેય આવે તેવા તેમને તરવાર વડે મારી નાખવા અને પેલું સુવર્ણ લઈ લેવું. જ્યારે બે જણા જે ગામમાં ગયા હતા તેમને એવો વિચાર આવ્યો કે આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બેય મૃત્યુ પામે અને તે બધું સુવર્ણ આપણને મળી જાય. હવે વિષવાળું અન્ન લઈ જેવા તે આવ્યા કે તેમને ગામ બહાર રહેલા બેય જણે મારી નાખ્યા અને પેલું વિષવાળું ભોજન તેઓ જમ્યા. તેથી તેઓ પણ મરી જઈ દુર્ગતિને પામ્યા. આમ અર્થ છે તે અનર્થનું જ મૂળ છે. મોહમુદ્ગરમાં પણ કહ્યું છે કે : “અર્થમનર્થ ભાવય નિત્ય નાસ્તિ તતઃ સુખ લેશઃ સત્ય; પુત્રાદપિ ઘનભાજાં ભીતિઃ સર્વત્રષા વિહિતા રીતિઃ'-મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘનને નિરંતર અનર્થરૂપ જાણો. તે અનર્થરૂપ ઘનથી લેશ પણ સુખ નથી, એ વાતને ખરી માનો. ઘનને ભોગવનારા એટલે અનેક દ્રવ્યની સંપત્તિથી સુખ ભોગવનારા પુરુષોને પુત્ર થકી પણ બીક રહે છે. આ રીતિ (એક ઠેકાણે નહીં પણ) સર્વ ઠેકાણે અવિચળ છે. -મોહમુદુગર ઘન પ્રાપ્ત કરતાં જીવ દુઃખ પામે, તેને સાચવતા પણ ચિંતાદિ દુઃખને અનુભવે તથા તે ઘનને ખર્ચતાં પણ જીવને સુખ ઊપજતું નથી. માટે ઘનની સર્વ અવસ્થા દુઃખરૂપ છે. પરમકૃપાળુદેવ પણ એ વિષે જણાવે છે કે : “જેઓ કેવળ લક્ષ્મીને ઊપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અઘોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મુલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.” (વ.પૃ.૧૦૬) પાટા વરા કરી વાપરે રે વિત્તની હોળી સમા, મોજ-શોખમાં વેરે રે ગઈ તે ગઈ જ રમા. જ્ઞાની ૯

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200