Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 195
________________ (૩૧) દાન સુવિચારની વાની રે અતિ ઉપયોગી ગણી, સાથ ભાથું બંધાવે રે, વાળે શિવ-માર્ગ ભણી. જ્ઞાની ૪ અર્થ : અનેક સુવિચારરૂપ નવી નવી વાનગીઓને મોક્ષમાર્ગમાં અતિ ઉપયોગી જાણી સાથે પીરસે છે. તથા પરભવમાં જતાં છ પદની શ્રદ્ધારૂપ ભાયું પણ સાથે બંધાવે છે અને જીવને મોક્ષમાર્ગ ભણી વાળે છે. મો દુર્લભ નરભવ આ રે જીવન તો સ્વપ્ન સમું, લોભ-સાગરે ડૂબ્યા રે તેને ઠાન નાવ સમું. જ્ઞાની ૫ 3५७ અર્થ :– દશ દૃષ્ટાંતે દુર્લભ એવો આ નરભવ પામ્યા છીએ. છતાં આ જીવન તો અલ્પ સમયના સ્વપ્ન જેવું છે. આવા ટૂંકા અમૂલ્ય જીવનમાં જે જીવો ઘનાદિ પરિગ્રહને એકઠો કરવારૂપ લોભ સમુદ્રમાં ડબેલા છે. તેને આ દાનધર્મ તરવા માટે નાવ સમાન છે. પ।। ભક્તિસહ પાત્રને રે અપાય જો દાન, અહા! વડના બીજ જેવું રે વર્ષે વિસ્તાર મહા. જ્ઞાની ૬ અર્થ :– ભક્તિભાવપૂર્વક જો પાત્ર જીવોને દાન આપવામાં આવે તો અહા! આશ્ચર્ય છે કે તે વડના બીજની જેમ ઘન્ના વિસ્તારને પામે છે. હવે પાત્ર કોણ? તો કે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ ઉત્તમ પાત્ર છે, સભ્યસૃષ્ટિ શ્રાવક મધ્યમ પાત્ર છે, અવિરત સમ્યદૃષ્ટિ જઘન્ય પાત્ર છે. દેવગુરુધર્મમાં સાચી શ્રદ્ધા રાખનાર વ્યવહાર સમકિતી પણ પાત્ર જીવો છે. શાલિભદ્ર પૂર્વભવમાં ભક્તિભાવથી ખીરનું ઉત્તમ પાત્રમાં દાન આપવાથી આ ભવમાં દેવતાઈ રિદ્ધિ ભોગવી ઉત્તમગતિને પામ્યા. કુંદકુંદાચાર્ય પણ પૂર્વભવમાં સાચાભાવથી મુનિ મહાત્માને શાસ્ત્રનું દાન કરવાથી અદ્ભુત શાસ્ત્રના મર્મને જાણનાર જ્ઞાની થયા. પરમકૃપાળુદેવે પણ પોતાના માતુશ્રી તથા ધર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજને શાસ્ત્રનું દાન અપાવ્યું હતું. III અતિ શ્રમ વેઠી રે જીવ કૈં કમાણી કરે, સ્વજન-જીવનથી રે અધિક ત્યાં પ્રીતિ ઘરે. શાની ૭ અર્થ :– ખૂબ શ્રમ વેઠી, દૂર દેશાંતર જઈ, અનેક પ્રકારે જીવ કમાણી કરે છે તથા સ્વજન કુટુંબીના જીવનથી પણ અધિક તે ઘનમાં પ્રીતિ રાખે છે. ઘન માટે સ્વજનને મારી નાખવા સુધીના વિચાર પણ તે કરી બેસે છે. તે ઉપર એક દૃષ્ટાંત છે :– બે ભાઈઓનું દૃષ્ટાંત ઃ- અવન્તી નગરીમાં સોમ અને શિવદત્ત નામના બે ભાઈઓએ પરદેશ જઈ અનેક જાતના અધર્મ અને આરંભના વ્યાપારો કરી દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે દ્રવ્યને વાંસળીમાં નાખી કમરે બાંધી પોતાના નગર તરફ ચાલ્યા. વારાફરતી વાંસળી જેની પાસે આવે કે તેને એવો વિચાર થાય કે મારા ભાઈને મારી નાખું તો આ સર્વે દ્રવ્ય મારી પાસે જ રહે અને ભાઈને ભાગ આપવો ન પડે. આવા કુવિચારથી તે વાંસળીને મોટાભાઈએ ગંધવતી નદીમાં નાખી દીથી. નાનાભાઈને વાત કરતાં તેણે પણ કહ્યું કે મને પણ આવો જ વિચાર આવ્યો હતો. અહો ! આશ્ચર્ય છે કે ઘન કેવું અનર્થકારી છે. જેના કારણે ભાઈને પણ મારવા માટે પોતે તૈયાર થઈ જાય છે. IIII

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200