Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 193
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૫ મેરૂપર્વત કરતાં પણ વિશેષ પ્રભાવથી શોભવા લાગ્યો. મેરુ ગિરિ પર પ્રભુનું જન્મકલ્યાણ ઊજવાય તેથી તે મહાતીર્થ ગણાય તો ગિરનાર ગિરી પર ભગવાનના જ્ઞાન કલ્યાણક, તપ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ ત્રણ કલ્યાણક થવાથી ગિરનાર ગિરી તેથી વિશેષ પ્રભાવશાળી ગણાય. ૪૯ાા નેમિ પ્રભુના સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો, વરદત્ત આદિ ગણઘરો અગિયાર, શ્રુતકેવળી કળો; ને ચૌદપૂર્વી ચારસો, શત પંચદશ અવધિ-ઘરા, વળી પંચદશ શત કેવળી, નવસો મન:પર્યય-ઘરા. ૫૦ અર્થ :- શ્રી નેમિનાથ ભગવાનના ચતુર્વિઘ સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો. જેમાં વરદત્ત આદિ અગ્યાર ગણધરો છે; જે સર્વ શાસ્ત્રના પારગામી એવા શ્રુતકેવળી છે. ચારસો ચૌદ પૂર્વધારી છે. પંદરસો અવધિજ્ઞાનને ઘારણ કરનારા છે. તથા પંદરસો કેવળી અને નવસો મન:પર્યવજ્ઞાની છે. પવા અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત, વાદી તેટલા; સર્વે અઢાર હજાર મુનિ પુરુષાર્થ કરતા કેટલા? રાજીમતી આદિ હતી ચાળીસ હજાર સુ-આર્થિકા, ને પાંચ લાખ અધિક પાંચ હજાર શ્રાવક-શ્રાવિકા. ૫૧ અર્થ - વળી અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત મુનિવરો છે. એ લબ્ધિ વડે જેવું રૂપ વગેરે કરવું હોય તે કરી શકાય તથા અગ્યારસો વાદી પ્રભાવક છે કે જે ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી મિથ્યા એવા પરમતનો ઉચ્છેદ કરી શકે. સર્વે મળીને અઢાર હજાર મુનિવરો છે. તેમાં કેટલાક તો ઘણો પુરુષાર્થ કરતા હતા. રાજુમતિ (રાજાલ) આદિ ચાલીશ હજાર સખ્યભાવને પામેલી એવી સાધ્વીઓ છે. તથા પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવક શ્રાવિકાઓનો પરિવાર છે. ||૫૧૫ અતિ રાજ્યલક્ષ્મી રામર્તી સમ યુવતી સાથે તજી, મુનિવર બનીને જ્ઞાનલક્ષ્મી પૂર્ણ પામે નેમિજી; નિજ ઘર્મ-ચક્રર્ને નેમિ સમ નેમિ પ્રભુને ઉર ઘરો; એ નાવમાં બેસી સુદુસ્તર ભવ બઘા સહજે તરો. પર અર્થ - અત્યંત રાજરિદ્ધિને તથા રાજીમતિ જેવી યુવતીને ત્યાગી મુનિવર બનીને, કેવળજ્ઞાનરૂપ જ્ઞાન લક્ષ્મીને સંપૂર્ણપણે પામી શ્રી નેમિનાથ પ્રભુ થયા. તેથી પોતાના આત્મઘર્મરૂપી ચક્રને ગતિમાન કરવા માટે નેમિ એટલે ઘૂરી સમાન બની જગતમાં સત્ય ઘર્મનો પ્રચાર કર્યો. સમાન એવા શ્રી નેમિનાથ પ્રભુને તમે હૃદયમાં ઘારણ કરો. તથા શ્રી નેમિનાથ ભગવંતે બોઘેલા ઘર્મરૂપી નાવમાં બેસી સુદુસ્તર એટલે ઘણા જ દુ:ખે પાર કરી શકાય એવા ભવસમુદ્રને તમે સહજે તરી જાઓ અર્થાત્ પાર પામો. શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમારા કોટીશઃ પ્રણામ હો. શ્રી નેમિનાથ પ્રભુ ૩૦૦ વર્ષ કુમારકાળમાં રહ્યા, દીક્ષા લીધા પછી ૫૬ દિવસે કેવળજ્ઞાન પામ્યા અને ૭૦૦ વર્ષ કેવળપણે વિચર્યા. કુલ ૧૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ મોક્ષે પધાર્યા. એવા શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમાર કોટીશઃ પ્રણામ હો. //પરા

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200