Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 191
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૩ માળા અકસ્માતે તૂટી ત્યાં મોર્લી પાંચે પર પડ્યાં, લોકો અદેખા સૌ કહે, “વર પાંચને—ગપ્પાં ઘડ્યાં. તે પૂર્વના દુર્ગાનનું અપકીર્તિરૂપ ફળ તો ખરું; ભીમે મુનિસેવા કરેલી તો મળ્યું બળ આકરું. ૪૨ અર્થ - માળા પહેરાવતા અકસ્માત તે માળા તૂટી જઈ તેના મણકા વિખરાઈને અર્જુન આદિ પાંચેય ભાઈઓ પર પડ્યા. તેથી અદેખા લોકો કહેવા લાગ્યા કે અરે એ તો પાંચેયને વરી, એવા ગપ્પાં ઘડ્યાં. એણે પૂર્વે વેશ્યાને જોઈ દુર્ગાન કરેલું તેનું આ અપકીર્તિરૂપ ફળ આવ્યું. અને ભીમે પૂર્વભવમાં મુનિઓની સેવા કરેલી તેથી આ ભવમાં ઘણા આકરા બળનો તે ઘારક થયો. ૪રા તે સોમદત્ત યુધિષ્ઠિર થયા, સોમિલ તે છે ભીમ આ, અર્જુન જાણો સોમભૂતિ ને ઘનશ્રી નકુલ આ; ને મિત્રશ્રીનો જીવ પણ સહદેવરૂપે આ ભવે, પૂર્વે કરેલા પુણ્યથી પાંડવ થઈ સુખ અનુભવે. ૪૩ અર્થ - પૂર્વભવના સોમદત્ત બ્રાહ્મણ હવે આ ભવમાં યુધિષ્ઠિર થયા, સોમિલનો જીવ ભીમ થયો, સોમભૂતિ હવે અર્જન થયો અને ઘનશ્રી હતી તે નકુલ થયો અને મિત્રશ્રીનો જીવ આ ભવમાં સહદેવરૂપે અવતર્યો. પૂર્વે કરેલા પુણ્યથી આ ભવમાં પાંડવ થઈ સુખ ભોગવવા લાગ્યા. //૪૩ી. બ્રાહ્મણભવે સંચય કરેલાં પુણ્યથી સર્વે મળ્યું, કૌરવ હરાવ્યા હરિકૃપાથી પુણ્યન્તરુ તે તો ફળ્યું; વારિ વલોવ્ય નહિ મળે નવનીત એ વિચારજો, આ આત્મહિતનો દાવ આવ્યો, સાર આ ન વિસારશો.”૪૪ અર્થ - બ્રાહ્મણભવમાં સંચય કરેલા પુણ્યથી આ સર્વે પ્રાપ્ત થયું. પાંડવોની સામે થયેલા કૌરવ પણ હરિ એટલે શ્રી કૃષ્ણની કૃપાથી હારી ગયા. એમ પાંડવોનું પુણ્યરૂપી વૃક્ષ ફળવાન થયું. આ સંસારમાં ઇન્દ્રિય સુખરૂપ પાણી વલોવવાથી સાચું સુખરૂપ નવનીત એટલે માખણ નહીં મળે. આ વાતનો વિચાર કરજો. આ આત્મકલ્યાણ કરવાનો દાવ આવ્યો છે. તેને સારભૂત તક જાણી વિસારી દેશો નહીં; પણ આ અવસરનો અવશ્ય લાભ લેજો. ૪૪ પ્રભુ સમીપ દીક્ષા ત્યાં ગ્રહે પાંચે ય પાંડવ ભાઈઓ, રાજુલ કને દીક્ષા ગ્રહે દ્રોપદી વગેરે બાઈઓ; વિહાર કરી પાંડવ મુનિવર સિદ્ધગિરિ પર આવિયા, ત્યાં પ્રબળ પરિષહ જીતનારા ધ્યાનમાં લય લાવિયા. ૪૫ અર્થ:- પ્રભુ નેમિનાથ પાસે પાંચેય પાંડવોએ દીક્ષા ગ્રહણ કરી અને રાજાલ સાધ્વી પાસે દ્રૌપદી, શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તથા પાંડવોની માતા કુંતા વગેરે બાઈઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા કરતા પાંચેય પાંડવ મુનિઓ સિદ્ધગિરિ એટલે પાલિતાણાના ગઢ ઉપર આવી પહોંચ્યા. ત્યાં પ્રબળ પરિષહને જીતનારા એવા આત્મધ્યાનમાં લયલીન થઈ ગયા. II૪પા

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200