Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 187
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ અર્થ :— ઉપરોક્ત પ્રમાણે શ્રી કૃષ્ણ વાસુદેવનું જીવન, જો હૃદયમાં સદ્ભાવ એટલે સમ્યભાવ જાગૃત હોય તો વૈરાગ્ય આપે એવું છે. કેમકે પ્રથમ તેમનો જન્મ કારાવાસમાં થયો, પછી ગોકુલમાં ગાયો ચરાવી, ગુપ્તપણે તેમને મોટા થવું પડ્યું. મોટા થઈ ચાણુરમલને સહજમાત્રમાં જીતી લઈ વીર એવા શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો. શિશુપાલને મારી તથા જરાસંઘ નામના પ્રતિવાસુદેવના જીવનનો અંત આણી તેનું રાજ્ય ગ્રહણ કર્યું. ।।૨૬ા ત્રણ ખંડ જીતી દ્વારિકામાં દેવ સમ સુખે વસે, નજરોનજર નિજવંશ સહ દ્વારાવતી બળતી દીસે; ત્રાસી છૂટી પાંડવ કને જાતાં મરણ રસ્તે બને– ના જળ મળે, તરસ્યા મરે, પ્રભુનું શરણ નિર્જન વને. ૨૭ ૩૫૯ અર્થ :– પછી ત્રણ ખંડને જીતી દ્વારિકામાં જે દેવતા સમાન સુખપૂર્વક વસતા હતા. તેમણે પણ નજરોનજર પોતાના સર્વ કુટુંબીઓ સાથે દ્વારાવતી એટલે દ્વારિકા નગરીને બળતી જોઈ. આવો ત્રાસ જોઈને ત્યાંથી છૂટી પાંડવ પાસે જતાં રસ્તામાં શ્રી કૃષ્ણનું મરણ થયું. મરતી વખતે કોઈ પાણી પાનાર પણ નહોતું, ભાઈ બળદેવ પાણી લેવા ગયા હતા. તેટલામાં શ્રી કૃષ્ણના પગમાં હરણની આંખ જેવું ચળકતું ચિહ્ન જોઈ તેને હરણ માની જરાકુમારે બાણ માર્યું, અને પાણીના તરસ્યા ત્યાં જ દેહનો ત્યાગ કર્યો. શ્રી નેમિનાથ પ્રભુનું શરણ જ એકમાત્ર તે નિર્જન વનમાં હતું. ।।૨૭।। પાંડવ સુણી હાર-મરણ કુંતા, દ્રૌપદી સહ આવિયા, નેમિ-પ્રભુની વાણી સુણી સંસારતાપ શમાવિયા; નિજ પૂર્વભવ સુણવા, પ્રભુને વિનયથી વીનવે અતિ, સંસાર-સાગર શોષતી વાણી વદે કરુણાનિધિ : ૨૮ અર્થ : શ્રી કૃષ્ણના મરણની વાત સાંભળીને પાંડવ તથા કુંતામાતા દ્રૌપદી સાથે ત્યાં આવ્યા. શ્રી નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સંસારતાપનું તેમના મનમાં શમન થયું. પાંડવો પોતાના પૂર્વભવની વાત સાંભળવા માટે વિનયપૂર્વક પ્રભુને ઘણી વિનંતી કરવા લાગ્યા. તેથી સંસારસમુદ્રના દુઃખરૂપ પાણીને સુકવનાર એવી વાણી કરુણાના ભંડાર એવા ભગવંત કહેવા લાગ્યા. ।।૨૮। “ચંપાપુરે આ ભરતમાં, દ્વિજ સોમદેવ વસે ભલો, ત્રણ પુત્ર તેના પરણિયા, માતુલપુત્રી, સાંભળો; વરી સોમદત્તે તો ઘનશ્રી, સોમિલે મિત્રીને; નાગશ્રી સોમભૂતિ વરે કન્યા કુબુદ્ધિથારી જે. ૨૯ અર્થ :— હવે ભગવંત પાંડવોના પૂર્વભવનું વર્ણન કરે છે ઃ— આ ભરતક્ષેત્રના ચંપાપુરીમાં સોમદેવ નામનો હિજ એટલે બ્રાહ્મણ વસે છે. તેના ત્રણ પુત્રો માતુલ એટલે મામાની પુત્રીઓને પરણ્યા. સોમદત્ત નામનો સૌથી મોટો ભાઈ ઘનશ્રી નામની કન્યાને વર્યો. (આ સોમદત્ત યુઘિષ્ઠિરનો જીવ છે. અને ઘનશ્રી તે નકુલનો જીવ છે.) સોમિલ નામનો બીજો ભાઈ મિત્રશ્રીને વર્યો. (સોમિલ ભીમનો જીવ છે અને મિત્રશ્રી સહદેવનો જીવ છે.) ત્રીજો ભાઈ સોમભૂતિ તે કુબુદ્ધિને ધારણ કરનારી નાગશ્રીને પરણ્યો. (સોમભૂતિ અર્જુનનો જીવ છે અને નાગશ્રી દ્રૌપદીનો જીવ છે.) રા

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200