Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 185
________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩ ૫૭ ગજસુકુમાર પૂછવા લાગ્યા કે “અહો! આ નર નારીઓ સુંદર વેશ પહેરીને કયાં જાય છે, તે કહો.' (૧૮ સેવક કહે: “શ્રી નેમિજિન યાદવ-શિરોમણિ કુલમણિ બન તીર્થપતિ ગિરનાર પર દે દેશના ભવ-તારિણી.” વસુદેવ સમ સુંદર સ્વયંવિવાહી હર્તી રમણી ઘણી, સોમલસુતાથી નવ-વિવાહિત તોય પ્રભુ-મહિમા સુણી- ૧૯ અર્થ :- ત્યારે સેવકે કહ્યું કે શ્રી નેમિનાથ ભગવાન જે યાદવોમાં શિરોમણિ અથવા કુલમણિ સમાન છે તે તીર્થકર બનીને ગિરનાર પર્વત ઉપર સંસાર સમુદ્રને તારનારી એવી દેશના આપી રહ્યા છે, ત્યાં લોકો જઈ રહ્યા છે. તે સાંભળીને વસુદેવ સમાન સુંદર એવો ગજસુકુમાર કે જેને અનેક રમણીઓ સ્વયં વરેલી હતી તથા સોમલ નામના બ્રાહ્મણની સુતા એટલે પુત્રી જે હમણાં નવ વિવાહિત થયેલી હતી, તો પણ પ્રભુ નેમિનાથનો મહિમા સાંભળીને તે ગજસુકુમાર, ભગવાન પાસે જવા રવાના થયા. ૧૯ ગિરનાર પર જઈ વંદ પ્રભુને, વાસુદેવ સમીપ તે બેસી સુણે ધ્વનિ દિવ્ય, ઉર વૈરાગ્ય સાચો ઊપજે; દીક્ષા ગ્રહી પ્રભુની નિકટ, સાંજે ગયા સ્મશાનમાં, એકાગ્ર ચિત્તે ચિંતવે આત્મા અલૌકિક ધ્યાનમાં. ૨૦ અર્થ - ગિરનાર પર્વત ઉપર જઈ પ્રભુને વંદન કરી, વાસુદેવ શ્રી કૃષ્ણ ત્યાં બેઠા હતા. તેમની સમીપે તે પણ બેસી ગયા. ત્યાં પ્રભુ નેમિનાથની દિવ્ય ધ્વનિ સાંભળીને ગજસુકુમારના હૃદયમાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરીને સાંજે સ્મશાનમાં જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. ધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરીને અલૌકિકપણે આત્માને ચિંતવવા લાગ્યા. ૨૦ બીજે દિને શ્રી કૃષ્ણ આવ્યા, ભક્તિભાવ ઉરે રમે, જિન નેમિને વંદી અઢાર હજાર મુનિવરને નમે; શ્રી કૃષ્ણ કહે: “ત્રણ ખંડ જીંતતાં થાક લાગ્યો નહિ મને; પણ આજ અતિ થાકી ગયો, શુ મંદતા વસી મુજ મને?” ૨૧ અર્થ :- બીજે દિવસે શ્રી કૃષ્ણ પ્રભુ પાસે આવ્યા કે જેના હૃદયમાં ભક્તિભાવ સર્વ મુનિઓ પ્રત્યે રમતો હતો. તેથી શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરી આજે અઢાર હજાર મુનિઓની પણ ભાવપૂર્વક વંદના કરી. પછી શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને કહ્યું કે ભગવન્! ત્રણ ખંડને જીતતા મને એટલો થાક લાગ્યો નહોતો તેટલો થાક આજે મને લાગ્યો છે. તો મારા મનમાં એવી કંઈ મંદતા આવી હશે કે જેથી મને આજે આટલો થાક લાગ્યો. ૨૧ શ્રી નેમિ કહે કે “થાક ઊતર્યો, પ્રકૃતિ તીર્થકર લહી, ગતિ નરક સાતમ ટળી ગઈ ત્રીજી નરક સ્થિતિ રહી; સમ્યકત્વની દ્રઢતા થઈ, મુક્તિ-સમીપતા વળી વરી, વૈરાગ્યની વૃદ્ધિ થઈ, કેવી કમાણી એ કરી?” ૨૨ અર્થ - ત્યારે શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ! આત્મદ્રષ્ટિએ જોતાં આજે તમને થાક લાગ્યો નથી પણ તમારો થાક ઊતરી ગયો છે. તીર્થંકર પ્રકૃતિનો આજે તમે બંઘ કર્યો છે તથા તમારી પૂર્વે

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200