Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 184
________________ ૩૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુચક્રપાણિ એટલે હાથમાં ચક્ર સહિત મારી મૂર્તિને ભરતખંડમાં સર્વ પૂજે એવી કોઈ રીતે પણ યુક્તિ જો તમને રુચે તો મધ્ય લોકમાં કરો. ૧૪ તે દેવ જઈ ભરતે બતાવે કૃષ્ણરૃપ સુંદર ઘરી, મંદિર રચાવે ભવ્ય સર્વે, ભક્ત-ઇચ્છાઓ પૅરી, જોઈ ચમત્કારો નમસ્કારો કરે જન ભાવથી, લૌકિક જન-મન પોષતી રૂઢિ પ્રસરશે દેવથી. ૧૫ અર્થ - પછી તે બળરામનો જીવ જે દેવરૂપે હશે તે ભરતક્ષેત્રમાં જઈને કૃષ્ણનું સુંદર રૂપ લોકોને બતાવશે અને કૃષ્ણની ભક્તિ કરનાર ભક્તોની ઇચ્છાઓ પૂરી કરશે. તેથી ભક્ત લોકો શ્રી કૃષ્ણના ભવ્ય મંદિરો બનાવશે. આવા ચમત્કારો જોઈને લોકો ભાવથી શ્રી કૃષ્ણને નમસ્કાર કરશે. આ પ્રમાણે લોકોના મનને પોષતી શ્રી કૃષ્ણની ભક્તિરૂપ લૌકિક રૂઢિ આ દેવના કરવાથી પ્રસાર પામશે. ||૧પણા શ્રી કૃષ્ણ ને બળદેવ તીર્થકર થઈ શિવપુર જશે, તે સર્વનું કારણ ગણો શ્રદ્ધા અચળ આત્મા વિષે; જે મોક્ષ-રુચિ-બીજ વાવ પોષે મોક્ષફળ તે પામશે, સપુરુષ શોથી, શ્રદ્ધી ભક્તિ આદરી, હિત સૌ થશે.” ૧૬ અર્થ - કાળાંતરે શ્રી કૃષ્ણ અને બળદેવ તીર્થંકર થઈને મોક્ષનગરીએ જશે. ઉપરોક્ત પ્રમાણે વર્તવા છતાં પણ તેમનો મોક્ષ થશે તે સર્વનું કારણ એક આત્મા પ્રત્યેની તેમની દૃઢ અચળ શ્રદ્ધા એ છે. જે મોક્ષની રુચિરૂપ બીજને વાવી સત્સંગ ભક્તિવડે તેને પોષણ આપશે, તે જીવ મોક્ષરૂપ ફળને પામશે. માટે કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષને શોઘી, તેના બોઘ વડે આત્માની શ્રદ્ધા કરી તેની ભક્તિને આદરો તો આત્માનું સર્વ પ્રકારે હિત થશે. ૧૬ અહમિંદ્ર લોકથી જેમ જગ-ઉદ્ધાર-હેતુ અવતર્યા, તેવી રીતે નેમિ પ્રભુ ગિરનાર ઊતરી વિચર્યા; સોરઠ, ભરૂચ પ્રદેશ બંગાદિ બહું દેશે ગયા, રાજા-પ્રજા સંબોથી જગહિત સાથી સોરઠ સંચર્યા. ૧૭ અર્થ - પાંચ અનુત્તરના જયંત વિમાનમાં અહમિન્દ્રરૂપે વસીને જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે નેમિનાથનો જીવ મનુષ્યલોકમાં અવતર્યો, તેવી રીતે હવે ગિરનાર પર્વત ઉપરથી ઊતરીને જગત જીવોના ઉદ્ધાર માટે પ્રભુ વિચરવા લાગ્યા. સોરઠ, ભરૂચના પ્રદેશ તેમજ બંગાદિ ઘણા દેશોમાં વિચરી રાજા પ્રજાને ઉપદેશ આપી જગતનું હિત સાથી પાછા સોરઠ દેશમાં પધાર્યા. ૧ળા ગિરનાર-શૃંગે સમવસરણ અમરકૃત અતિ શોભતું, સુર, નર, પશું ને મુખ્ય યાદવ વીરને આકર્ષતું; ત્યાં દેવકીનંદન લધુતમ ગજકુમાર કહે : “અહો! નર-નારી સુંદર વેશ ઘારી જાય સર્વે ક્યાં? કહો.” ૧૮ અર્થ - ગિરનારના શિખર ઉપર અમર એટલે દેવકૃત સમવસરણ અતિ શોભા પામતું હતું. દેવતા, મનુષ્ય, પશુ અને મનુષ્યરૂપે યાદવ વીરોને તે બહુ આકર્ષતું હતું. ત્યાં દેવકી માતાના સૌથી નાના પુત્ર

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200