Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 182
________________ ૩૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બારે વ્રતો રહીં મેઘરથ નૃપ મન ઘરે સાચા શીલે, અમૃતરસાયનને મળેલાં ગામ નવ નૃપ લઈ લે, તેથી મુનિ પર વેર રાખી કપટથી શ્રાવક થયો, વિષરૂપ તુંબીદાનથી મુનિઘાત કરી નરકે ગયો. ૭ અર્થ - હવે મેઘરથ રાજા બાર વ્રતોને ગ્રહણ ગ્રહી સાચા હૃદયે શીલ પાળવા લાગ્યા. પિતાએ આપેલ અમૃતરસાયનને દસ ગામમાંથી નવ ગામ રાજા મેઘરથે પાછા લઈ લીઘા. તેથી જેણે પોતાને ગામ આપ્યા હતા એવા ચિત્રરથ રાજા કે જે હાલમાં મુનિ થયેલ હતા તેમના પ્રત્યે અમૃતરસાયન વેર રાખવા લાગ્યો. અને કપટથી શ્રાવક બની તે મુનિને વિષરૂપ કડવી તુંબડી દાનરૂપે વહોરાવી, મુનિઘાત કરીને તે ત્રીજી નરકમાં ગયો. શા. ત્રીજી નરકથી નીકળી તિર્યંચગતિ રૃપ વન વિષે ભમી, મલયદેશે કણબી કુળે યક્ષકિલ નામે દસે; ગાડું ભરી જાતાં લઘુ ભ્રાતા બહું વારે છતાં; ગાડા તળે સાપણ હણી; લે વેર નંદીયશા થતાં. ૮ અર્થ :- ત્રીજી નરકમાંથી નીકળી તે અમૃતરસાયનનો જીવ તિર્યંચ ગતિરૂપ વનમાં ખુબ ભટકીને પછી મલયદેશમાં વકિલ નામનો કણબી થયો. તે એકવાર ગાડું ભરીને જતાં રસ્તામાં નાના ભાઈએ ખૂબ વારવા છતાં પણ ગાડા તળે આવેલ સાપણને તેણે હણી નાખી. તે સાપણનો જીવ આ ભવમાં નંદીશા નામે માતારૂપે થયેલ છે. પૂર્વભવના વેરને લીધે આ ભવમાં તેને પોતાના પુત્ર પ્રત્યે અણગમો થયો અને તેને જન્મતાં જ ત્યજી દીધો. તેમજ બીજા પુત્રો સાથે જમતાં લાત મારીને કાઢી મૂક્યો. ૮ાા અમૃતરસાયન-જીવ નિમિક રૂપે જાણજો. સુણ સર્વ લેશો જિનદીક્ષા જગત ગણ દુખખાણ જો; સૌ સર્વ શક્તિ વાપરી તપ આકરાં કરી સુર બને, ત્યાંથી ચવી નંદીશા-જીંવ થાય દેવક શુભ મને. ૯ અર્થ – અમૃતરસાયન નામના રસોયાનો જીવ પૂર્વભવમાં રાણી નંદિશાનો સાતમો અણગમો પુત્ર નિર્નામિક હતો. આમ કરેલા કર્મ કોઈને છોડતા નથી, સર્વને ભોગવવા પડે છે, એમ સાંભળીને જગતને દુઃખની ખાણ માની સર્વે જિનદીક્ષા અંગીકાર કરશો. એમ મુનિ ભગવંતે જણાવ્યું. સર્વે સંપૂર્ણ શક્તિ વાપરીને ખૂબ આકરા તપ કરી દેવગતિને પામશો. ત્યાંથી ચ્યવીને નંદીયશાનો જીવ શુભ પરિણામ કરવાથી દેવકીરૂપે અવતરશે. લા. ને રેવતી-ઑવ થાય ભદ્રિલપુરમાં અલકા રમા, તેના મૃતક પુત્રો જશે ષ કંસ-કરમાં કારમા; ને દેવકીના ગર્ભ ષટુ સુર સંહરે અલકા-ઉરે તે પામી દીક્ષા તે ભવે સર્વે જશે શિવપુર ખરે!” ૧૦ અર્થ – ઘા માતાનો જીવ જે રેવતી નામે હતો તે હવે ભદ્રિલપુરમાં અલકા નામની સ્ત્રી થશે. તેને છ મરેલા પુત્રો જન્મશે. જે કારમાં એવા કંસના હાથમાં જશે. અને દેવકીના છ ગર્ભ તે હરણગમૈષી દેવ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200