________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨૨૩
ઋષભદેવ સમાન આયુષ્યવાળો નથી. માટે એ સંબંથી આપ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી જુઓ. //પા
મુજ જીવન સો વર્ષનું, સોળ ગયાં હે! તાત,
ત્રીસ વર્ષે ત્યાગી થવું, ફરી ન કહો એ વાત. ૬ અર્થ - મારું જીવન તો સો વર્ષનું માત્ર છે. તેમાંના પણ હે તાત! સોળ વર્ષ તો વીતી ગયા છે. અને ત્રીસ વર્ષની વયે મારે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરવી છે. માટે ફરીવાર એવી વાત કૃપા કરીને મને કરશો નહીં. llફા.
અલ્પ ઑવનમાં અલ્પ સુખ, અલ્પ પ્રયોજન કાજ,
કોણ ઉપદ્રવ સંઘરે? સમજું છો, નરરાજ.”૭ અર્થ :- અલ્પ એવા આ કાળના મનુષ્ય જીવનમાં અલ્પમાત્ર ઇન્દ્રિયસુખ છે. તે અલ્પ ઇન્દ્રિયસુખ પ્રયોજન અર્થે આ ગૃહસ્થાશ્રમ સ્વીકારી ત્રિવિઘતાપરૂપ ઉપદ્રવને કોણ સંઘરે? હે નરોના રાજા! આપ તો સમજા છો, માટે આ વાતને સારી રીતે આપ સમજી શકો છો. /ળી.
સુણ ઉત્તર નૃપનાં નયન આંસુથી ભીંજાય,
પુત્ર વિવાહ નહીં કરે જાણી મુખ કરમાય. ૮ અર્થ - પ્રભુ પાર્શ્વકુમારનો આવો ઉત્તર સાંભળીને રાજાના નયન આંસુથી ભીંજાઈ ગયા, અને વિચારવા લાગ્યા કે આ પુત્ર હવે વિવાહ કરશે નહીં એમ જાણી મોહવશ તેમનું મુખ કરમાઈ ગયું. પાટા
કમઠ જીવ મુનિ-ઘાતથી પંચમ નરકે જાય,
સત્તર સાગર દુખ ખમી, ત્રણ સાગર ભટકાય. ૯ અર્થ - હવે કમઠનો જીવ મુનિ ભગવંતની ઘાત કરવાથી પાંચમી નરકે ગયો. ત્યાં સત્તર સાગરોપમ સુધી દુઃખ ખમીને પશુગતિમાં પણ ત્રણ સાગરોપમ સુધી ભટક્યો. III
પશુગતિમાં બહુ દુખ સહી પાપ પૂર્ણ જ્યાં થાય,
ક્રિયા શુંભ કરતાં થયો મહીપાલ નરરાય. ૧૦ અર્થ - પશુગતિમાં ઘણા દુઃખ સહન કરીને જ્યાં પાપ પૂર્ણ થવા આવ્યા ત્યારે શુભક્રિયા કરતા તે મહીપાલ નામનો રાજા થયો. ૧૦ના
વામા માતાના પિતા, માતામહ પ્રભુના ય,
પટરાણી મરતાં ઘરે તપસી ભેખ દુખદાય. ૧૧ અર્થ:- તે મહિપાલ રાજા, પ્રભુની માતા વામાદેવીના જ પિતા છે. માટે પ્રભુ પાર્શ્વકુમારના પણ માતામહ એટલે નાના થયા. તે રાજા મહીપાળે પોતાની પટરાણીનું મરણ થતાં દુઃખદાયી એવો તાપસનો વેષ અંગીકાર કર્યો. ૧૧ાા
ભમતાં તપસી આવિયો નગર બનારસ વ્હાર,
વનવિહાર કરી પુરે આવે પાર્શ્વકુમાર. ૧૨ અર્થ :- તાપસ ભમતો ભમતો હવે બનારસ નગરની બહાર આવી ચઢ્યો. ત્યાં વનક્રીડા કરીને પાર્શ્વકુમાર પણ નગરમાં આવી રહ્યા હતા. ૧૨ાા