________________
(૨૦) મહાત્માઓની અસંગતા
૨૪૧
અર્થ - “સત્સંગ પણ જીવને સંસારમાં ભ્રમણ કરતાં અનેકવાર મળી ગયો એમ શ્રી વીતરાગ ભગવંત કહે છે. પણ તે સત્સંગ સફળપણાને પ્રાપ્ત થયો નહીં. કેમકે તે સત્સંગને ઓળખી આત્માને તે પરમ હિતકારી છે એમ જાણ્યું નહીં. અને પરમપ્રેમે તે સત્સંગમાં થયેલ બોઘ અથવા આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી નહીં. એમ તક પ્રાપ્ત થયા છતાં પણ મૂઢતાને ઘારી તે તકનો ઉપયોગ જીવ કરી શક્યો નહીં.
૭. “તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાસ પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે.” (વ.પૃ.૪૬૯) IIળા.
આ જ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો, સહજસમાધિ સુથી જવાયુ તે સત્સંગતિ ભજો ભજો.” એ ઉદ્ગારો ગુરું રાજના સર્વ વિચારક ઉર ઘરો,
બીજી વાત ટૂંકાવી, જન સૌ સદા સુસંગ કર્યા જ કરો. અર્થ :- ઉપરની ગાથામાં કહી એ જ વાતની વિચારણા કરવાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો એટલે આત્મગુણ પ્રગટ્યો અને છેક આત્માની સહજસમાઘિ એટલે આત્મપરિણામની સ્વસ્થતા સુધી જવાયું, તે આ બધો પ્રતાપ શ્રી સત્સંગનો છે. માટે હે ભવ્યો! તમે પણ એવી સત્સંગતિની ભજના કરો અર્થાત આત્મજ્ઞાની પુરુષોનો કે તેના વચનામૃતોનો જ સમાગમ કર્યા કરો એજ આત્મકલ્યાણનો સર્વથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે.
“આ અમે કહ્યુ તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિ પર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.” (વ.પૃ.૪૬૯)
ઉપર કહ્યા તે ઉદ્ગારો પરમકૃપાળુ શ્રી ગુરુરાજના છે. માટે સર્વ વિચારક ભવ્યો! આ વાતને હૃદયમાં ઘારણ કરી, તથા બીજી સર્વ સંસારી વાતને ટૂંકાવી સદા સત્સંગ કર્યા જ કરો. “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે.” (વ.પૃ.૭૫) IIટા
પ્રથમ ગૌણ ગણ સૌ સાઘનને, ઉપાસવો સત્સંગ સદા, મુખ્ય હેતુ નિર્વાણ તણો તે, સર્વાર્પણ સહ અતિ ઉમદા;
જરૂર તેથી સુલભ થશે સૌ સાઘન શિવ-સાઘક કાજે,
“આતમ-સાક્ષાત્કાર અમારો” વચન દીધું આ ગુરુ રાજે. અર્થ - સહથી પહેલા બીજા સર્વ સાઘનને ગૌણ કરી સત્સંગની સદા ઉપાસના કરવી. કેમકે નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ તે છે. તે સત્સંગ અતિ ઉમદા એટલે ઘણો જ શ્રેષ્ઠ હોવાથી તેની સર્વાર્પણપણે એટલે મનવચન કાયાના ત્રણેય યોગ વડે તેની ઉપાસના કરવી. તે સત્સંગના બળે મોક્ષને સાથે એવા સર્વ સાધનની પ્રાપ્તિ સુલભ થઈ જશે. એવો અમારો ‘આત્મ-સાક્ષાત્કાર' એટલે આત્મ- અનુભવ છે તેથી કહીએ છીએ. એમ પરમકૃપાળુ શ્રી ગુરુરાજે આપણને આ વચન આપ્યું.
૮. “અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર