Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 163
________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૩૯ માનીને તે પ્રગટપણે પૂજતી હતી. પિતા જિતઅરિએ પણ તે સ્નેહ યથાસ્થાને છે એમ જાણી સંમત થઈને શ્રીષેણ રાજા પાસે ભેટ સાથે પોતાના દૂતને મોકલીને લગ્નસંબંધી કહેવડાવ્યું છે. II૪. મણિશિખર વિદ્યાઘર હરે વિદ્યા વડે જ્યાં જસમતી, વિલાપ કરતી કુંવરીને વળગી હું બળથી અતિ, તે દુષ્ટ મુજને નાખી વનમાં, લઈ ગયો મુજ જસમતી, તેથી રડું હું ઘાયમાતા, દુઃખનો આરો નથી.”પ અર્થ - તેટલામાં વિદ્યાઘરપતિ મણિશિખર પોતાની વિદ્યાના બળે તે જસમતીને હરી જવા લાગ્યો. તે વખતે વિલાપ કરતી કુંવરીને હું અત્યંત બળથી વળગી પડી. પણ તે દુષ્ટ મને આ વનમાં નાખી દઈ મારી જસમતીને તે લઈ ગયો. હું ઘાયમાતા છું તેથી રડું છું કે મારા વિના તે કેવી રીતે જીવશે? માટે મારા દુ:ખનો હવે કોઈ આરો નથી. પા. કુંવર કહે : “માતા, કરીને શોઘ લાવું જસમતી, ત્યાં લગી રહો સ્થિરતા કરી આ સ્થાનકે હે!ભગવતી.” વનમાં નિશા વીતી ગઈ, ગિરિશિખર પર જઈ શોઘતો, નજરે ચઢે ત્યાં મણિશિખર જસમતી સતીને વીનવતો. ૬ અર્થ :- ઉપર પ્રમાણે હકીકત સાંભળીને શંખકુમાર હવે કહેવા લાગ્યો કે માતા! શાંત થાઓ, હું જસમતીને ગમે ત્યાંથી શોઘ કરીને લઈ આવું ત્યાં સુધી તમે આ સ્થાનમાં સ્થિરતા કરીને રહો. આમ રાત્રિ જંગલમાં જ વ્યતીત થઈ ગઈ. સવારે ગિરિના શિખર ઉપર જઈ શોઘ કરતાં એક ગુફાની અંદર મણિશિખર નજરે ચઢ્યો કે જે જસમતી સતીને વિવાહ કરવા માટે વીનવતો હતો. ફા દ્રઢતા ભરેલાં નેત્રથી આંસું વહે, જસમતી કહે : “પરભવ વિષે પણ શંખકુંવર વગર ના મન આ ચહે.” તે દુષ્ટ સાથે ખઞ-યુદ્ધ ખેલતાં ચતુરાઈથી મણિશિખર ખગ રહિત કરતો, બે લડે બાહુવતી. ૭ અર્થ :- દ્રઢતા ભરેલા નેત્રથી આંસુ વહેતા જસમતી તે સમયે કહેતી હતી કે પરભવમાં પણ શંખકુમાર વિના બીજા ભર્તારને મારું મન કદી ઇચ્છશે નહીં. આ દ્રશ્ય જોઈ શંખકુમાર બોલ્યો કે અરે પરનારીનું હરણ કરનાર પાપી! ઊભો થા આ તરવાર વડે તારું શિર હરી લઉં. એમ ચતુરાઈથી તરવાર વડે યુદ્ધ ખેલતાં મણિશિખર તરવાર રહિત થઈ ગયો. પછી બેઉ જણા બાહુબળ એટલે ભુજાના બળથી લડવા લાગ્યા. |ી. તે મલ્લવિદ્યામાં ન ફાવ્યો, વળી લડે વિદ્યાવડે નભથી શિલા વરસાવતો નહિ શંખ-શિર પુણ્ય પડે. મણિશિખર શરણે આવિયો, યાચી ક્ષમા સાથી થયો; સિદ્ધાયતન જઈ જિન પૂંજી ચંપાપુરીમાં લઈ ગયો. ૮ અર્થ :- મણિશિખર મલ્લવિદ્યામાં પણ ફાવ્યો નહીં. તેથી હવે વિદ્યાના બળે આકાશમાંથી પત્થરની શિલા વરસાવવા લાગ્યો. તો પણ શંખકુમારના શિર ઉપર પુણ્યના પ્રભાવે તે પડે નહીં. અંતે હારીને

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200