Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 178
________________ ૩૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરાવનાર છે એમ માનજો. તેમજ કર્મનો સ્થિતિબંઘ અને રસ એટલે અનુભાગબંઘ જીવના કષાયભાવોથી, પડે છે, અને તે પડ્યા પછી આઠેય કર્મમાં વેંચાઈ જાય છે. એમ પ્રકૃતિબંઘ, પ્રદેશબંઘ, સ્થિતિબંઘ અને રસબંઘ અર્થાત્ અનુભાગ બંધ એ ચારે પ્રકારથી જીવને કર્મનું બંઘન, આત્મપ્રદેશમાં, જીવોના ભાવાનુસાર થયા કરે છે. I૪પા. છે પ્રકૃતિ મુખ્ય આઠ ભેદઃ જ્ઞાન ઢાંકે એક જે, જે આવરે દર્શન બીજી, સુખ-દુઃખ હેતું ત્રીજીં દે, વર્તાવતી વિપરીત ચોથી, પાંચમી ભવ રૃપ ઘરે; છઠ્ઠીય દે દેહાદિ, ઉચ્ચનીચ, વિધ્ર છેલ્લી બે કરે. ૪૬ અર્થ - કર્મની મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે, આવરણ કરે છે. બીજી દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના દર્શનગુણને ઢાંકે છે. ત્રીજી વેદનીયકર્મની પ્રકૃતિ જીવને સુખ દુ:ખરૂપ શાતા અશાતા વેદનાનું કારણ બને છે. ચોથી મોહનીયકર્મની પ્રકૃતિ જીવને પરમાં સુખ બુદ્ધિ કરાવી વિપરીતતા કરાવે છે. પાંચમી આયુષ્યકર્મની પ્રકૃતિ નવા નવા ભવ ઘારણ કરાવે છે. છઠ્ઠી નામકર્મની પ્રકૃતિ સારા, ખોટા શરીરના રૂપરંગાદિને આપે છે. સાતમી ગોત્રકર્મની પ્રકૃતિ ઉંચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરે છે તથા આઠમી અંતરાયકર્મની પ્રકૃતિ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ફોરવવામાં અંતરાય કરે છે. કા ક્ષર-નીર પેઠે કર્મ-અણુ ઑવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંઘ જાણો, સ્થિતિ કાળ-મર્યાદા કહે, અનુભાવ મૂંઝાવે ર્જીવોને તીવ્રતર કે તીવ્ર જે ત્યાં મંદતર કે મંદ દુઃખે સુખ ગણે અજ્ઞાન છે. ૪૭ અર્થ :- ક્ષીર એટલે દૂઘ અને નીર એટલે પાણીની પેઠે કર્મના અણુઓ જીવના પ્રદેશ સાથે રહે છે તેને તમે પ્રદેશબંઘ જાણો. તથા સ્થિતિ છે તે કાળની મર્યાદા બતાવે છે, તેને સ્થિતિબંઘ જાણો. કર્મનો અનુભાવ એટલે અનુભાગ બંઘ અર્થાત્ રસબંઘ છે તે જ્યારે તીવ્રતર કે તીવ્ર હોય ત્યારે જીવોને મૂંઝવે છે. તે કર્મોનો રસબંઘ જ્યારે મંદતર કે મંદ હોય ત્યારે સંસારી જીવોને દુઃખ ઓછું હોય છે અને તેને જ અજ્ઞાની એવા સંસારી જીવો સુખ માની બેસે છે. ઓછા દુઃખને સુખ માનવું એ અજ્ઞાનીની નિશાની છે. કારણ કે જ્ઞાનીઓ આ ઓછા દુઃખને અર્થાત્ શતાવેદનીયને ખરું સુખ માનતા નથી પણ તેને દુઃખનું જ એક બીજું રૂપ ગણે છે. I૪૭થા. જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો કર્મ ચંડાલણ તણા, સત્સૌખ્ય માણે તેમને આનંદમાં શી છે મણા? તે સુખ સંવરમાં વસે-આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આસ્રવ-બંઘ ત્યાં, વળી કર્મ જૂનાં તે દહે. ૪૮ અર્થ - જ્ઞાની પુરુષો તો આ સાંસારિક સુખ કે દુઃખને કર્મરૂપી ચંડાલણના જ પુત્રો ગણે છે. જે જ્ઞાની પુરુષો સાચા આત્મિક સુખને માણે છે અર્થાત ભોગવે છે તેમને આનંદમાં શી ખામી હોય? કંઈ જ નહીં. સાચું આત્મિક સુખ તો આવતાં કર્મને જ્ઞાન ધ્યાન વડે રોકવારૂપ સંવરમાં વસે છે. જ્યાં આત્મા

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200