Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 177
________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૯ સુજ્ઞાન, સુંદર્શન અને ચારિત્રની જે એકતા, તેથી જ આતમ ધ્યાન માની આદર્યો દે મુક્તતા; પાયો સુદર્શન ઘર્મનો, તત્ત્વાર્થ-શ્રદ્ધારૂપ તે, સ્વાધ્યાય પણ તે તત્ત્વદર્શક વાણી સુણી ઊપજે. ૪૨ અર્થ :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રની એકતા વડે જ આત્મધ્યાન થાય છે, એમ માનીને જે તેને આદરે તે મુક્તિને પામે છે. સત્ ઘર્મનો પાયો પણ સમ્યગ્દર્શન છે. જે તત્ત્વોની શ્રદ્ધા કરવારૂપ છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શનમ” -મોક્ષશાસ્ત્ર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો તે પણ સાચા તત્ત્વનું દર્શન કરાવનાર છે. તથા ભગવાનની વાણી સાંભળીને પણ સત્ય તત્ત્વનું ભાન કરાય છે. ૪રા છે જ્ઞાન-દર્શન જીવ-લક્ષણ, કર્મ કરીને ભોગવે, તે કર્મ તજતાં મોક્ષરૅપ નિજ ભાવ ક્ષણ ક્ષણ દાખવે; છે લોકતુલ્ય પ્રદેશ તોયે દેહરૅપ અવગાહના, ફેંપ, ગંધ, રસ, શબ્દાદિ જડના કોઈ પણ ગુણો વિના. ૪૩ અર્થ :- આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન છે. જીવ કર્મ કરે છે તેથી તેને ભોગવે છે. તે કર્મને સર્વથા ત્યાગવાથી જીવ મુક્તસ્વરૂપ એવા પોતાના આત્મસ્વભાવને જ ક્ષણે ક્ષણે ભોગવે છે, અર્થાત સ્વભાવનો જ પછી તે કર્તા બને છે. આ જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે લોકાકાશના પ્રદેશ સમાન છે. તો પણ તે અસંખ્યાત પ્રદેશ હાલમાં તો દેહના આકારે જ અવગાહનાને ઘારણ કરીને રહેલા છે. તેમ રૂપ, રસ, ગંધ, શબ્દાદિ એ પુદગલના ઘમ છે અને તે જડરૂપ છે. કોઈ પણ દ્રવ્ય, ગુણો વિના હોતું નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં જ સદા પરિણમન કર્યા કરે છે. II૪૩ એવા અનંતાનંત જીવો વિશ્વમાં સઘળે દસે; સન્માર્ગ આરાથી સમાધિ-સુખમાં બહુયે વસે. વળી અર્જીવ આ નભ, કાળ, ઘર્મ, અઘર્મ પુદ્ગલ દ્રવ્ય છે, પુદ્ગલ જ જીવનવિભાવથી બની કર્મ રૂપ બંઘાય છે. ૪૪ અર્થ – જ્ઞાન દર્શન લક્ષણથી યુક્ત એવા જીવો વિશ્વમાં અનંતાનંત છે. તે જગતના સર્વ સ્થાનોમાં રહેલા છે. તેમાંના ઘણાએ જીવો તો સમ્યકજ્ઞાનદર્શન ચારિત્રરૂપ સત્માર્ગને આરાધી આત્માના નિર્મળ સમાધિસુખમાં નિવાસ કરે છે. તથા વિશ્વમાં અજીવ તત્ત્વ એવા આ આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય, ઘર્મ દ્રવ્ય, અથર્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. તેમાંનું એક પુદ્ગલ દ્રવ્ય જ જીવના વિભાવભાવોને પામી, કર્મરૂપે બની, તેની સાથે જોડાઈ જાય છે. ૪૪ા. વિભાવ ભાવે કર્મ આવે, એ જ આશ્રવ જાણજો; મન-વચન-કાય-પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ, અણગણ માનજો, સ્થિતિ, રસ કષાય-નિમિત્તથી આઠેય કર્મ વિષે વસે; એ ચાર વિધિથી કર્મબંઘન આત્મદેશ વિષે દસે. ૪૫ અર્થ :- જીવના વિભાવભાવથી જ કર્મનું આવવાપણું થાય છે અને એને જ તમે આસ્રવ જાણજો. તથા મન વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ એ કર્મનો પ્રતિબંધ અને અણગણ એટલે પ્રદેશબંઘ


Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200