Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 175
________________ ૩૪૮ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રાદિ આવી ભક્તિથી સમવસરણ વર્ણી ત્યાં રચે, પ્રભુ બોધ-ભોજન પીરસે, સુર ન૨ પશુ સૌને પચે; જેવી રીતે ઘન-જળ મીઠું વિવિધ તરું-મૂળ-યોગથી કડવું, ગળ્યું, તૂરું, તીખું, ખાટું બને જીવ-કર્મથી. ૩૯ અર્થ :– શીઘ્ર ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવી ભગવાનની ભક્તિથી સમવસરણની રચના કરી. પ્રભુ પણ સમવસરણમાં અદ્ધર બિરાજમાન થઈને બોધરૂપી ભોજન એવું પીરસવા લાગ્યા કે જે દેવતા, મનુષ્ય કે પશુઓ સર્વને પચવા લાગ્યું. અર્થાત્ સર્વ જીવો પોતપોતાની વાણીમાં તેનો ભાવ સમજવા લાગ્યા. જેવી રીતે વાદળાનું વરસેલું મીઠું જળ તે અનેક જુદા જુદા વૃક્ષમૂળના યોગને પામી જાદી દી રીતે પરિણમે છે. જેમકે તે જળ લીમડાના મૂળમાં જવાથી કડવું, શેરડીના મૂળમાં જવાથી ગળ્યું, આમળાંના વૃક્ષમાં જવાથી તૂરું, મરચાંના છોડમાં જવાથી તીખું અને લીંબુના ઝાડમાં જવાથી ખટાશરૂપે પરિણમે છે તેમ જીવોના કર્મોની યોગ્યતાનુસાર પ્રભુનો બોધ જુદી જુદી રીતે પરિણમે છે. ।।૩૯।। વરદત્ત ગણધર વિનયથી પૂછે સ્વપરહિત ચિંતવી, તેથી ધ્વનિ નેમિપ્રભુની ત્યાં ખરી કો અવનવી - “આત્મા અને પરલોક છે; ને કર્મ પણ કરતા જીવો; સુખદુઃખ તેનાં ફળ મળે, વિચાર સર્વે કરી જુઓ. ૪૦ અર્થ :– વરદત્ત ગણધર વિનયયુક્ત વાણીવડે સ્વપરનું હિત ચિંતવીને પ્રભુને પ્રશ્ન પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુની અવનવી એટલે અનેક પ્રકારની નવી નવી દિવ્ય ધ્વનિ ખરવા લાગી. દિવ્યધ્વનિમાં પ્રભુએ ઉપદેશ્યું કે આત્મા છે અને પરલોક છે. પરલોકમાં જીવ કર્મવશાત્ પુનઃ જન્મવાથી પુનર્જન્મ છે. તેથી આત્મા નિત્ય છે. વળી જીવો કર્મ કરતા હોવાથી ત્રીજા પદ આત્મા કર્તા છે. વિભાવ દશામાં જીવ કર્મનો કર્તા હોવાથી તેના ફળમાં સુખદુઃખનો ભોક્તા પણ છે. એ સર્વનો તમે વિચાર કરી જાઓ તો આ વાત સ્પષ્ટ જણાશે. ।।૪૦।। વર્ણી મોહ, રાગ, વિરોઘ કારણ ક્લેશનાં જાણો, જૅવો; તે સર્વ તજીને જ્ઞાન-વૈરાગ્યે લહો સાચો દીવો. આત્માર્થી જીવો તો કરે પુરુષાર્થ સાચો સમજીને શિવ હેતુ, આતમધ્યાન ને સ્વાઘ્યાય, જાણ્યો સૌ જિને. ૪૧ અર્થ :— વળી આ સંસારમાં મોહ એટલે દર્શનમોહ એ જ મહામોહ છે, એનું બીજું નામ અજ્ઞાન છે તથા રાગ અને વિરોધ એટલે દ્વેષભાવ, એમ રાગ દ્વેષ અને અજ્ઞાનને જ સર્વ ક્લેશના કારણ જાણી તેનો સર્વથા ત્યાગ કરવા માટે જ્ઞાન વૈરાગ્ય પામીને અંતરમાં કેવળજ્ઞાનરૂપી દીપકને પ્રગટાવો જેથી શાશ્વત સુખશાંતિરૂપ મોક્ષને તમે પામો. જે આત્માર્થી જીવો હોય તે તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે તેનો સાચો ઉપાય સમજીને પુરુષાર્થ કરે છે. મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય આત્મધ્યાન અને સ્વાઘ્યાય છે એમ સર્વ જિનેશ્વરે અનુભવથી જાણ્યું છે. એમ છ પદના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણમાં જ સમ્યગ્દર્શન રહેલું છે. ૫૪૧૫૫


Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200