________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨ ૩૧
કંઠપુર એટલે ગળા સુધી પાણીનું પૂર ચઢાવી તે ધૂર્ત પ્રભુને મારવા ઇચ્છે છે. કરા
પુણ્ય-ઉદયથી કંપતાં આસન એકાએક;
ઘરણીન્દ્ર પદ્માવતી દોડી આવે છેક, ૬૩ અર્થ :- પ્રભુના પુણ્યોદયે એકાએક ઘરણીન્દ્ર તથા પદ્માવતીના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનવડે જાણીને તરત જ પ્રભુ પાસે તે દોડી આવ્યા. IT૬૩ના
પ્રભુ ચરણ-તળ સ્પર્શીને, નિજ પીઠે ઘર પાય.
જળ ઉપર પ્રભુ આણિયા; ફણા છત્રપૅપ થાય. ૬૪ અર્થ:- પ્રભુના ચરણતળનો સ્પર્શ કરી, તે ચરણને પોતાની પીઠ ઉપર ઘરી, આવેલ પૂરના જળની ઉપર પ્રભુને લાવી દીઘા, તથા પ્રભુના શિર ઉપર છત્રરૂપે નાગની ફેણાઓ ઘારણ કરીને રહ્યો. //૬૪
પદ્માવર્તી પૂજા કરે સ્તુતિ મનોહર ગાય;
સંવર ફણીપતિ-દ્રષ્ટિથી ડરીને નાસી જાય. ૬૫ અર્થ - પદ્માવતી દેવી પ્રભુની પૂજા કરીને મનોહર સ્તુતિ ગાવા લાગી. હવે તે સંવરદેવ જે પ્રભુને ઉપસર્ગ કરતો હતો તે આ ફણીપતિ ઘરણેન્દ્રની દ્રષ્ટિ પડતાંજ ડરીને ભાગી ગયો. ૬પાા
કોલાહલ મટતાં પ્રભુ સક્ષમ ગુણસ્થાન,
સ્થિર થઈને આદરે નિર્વિકલ્પક ધ્યાન. ૬૬ અર્થ :- આ કોલાહલ મટતાં પ્રભુ ધ્યાનમાં જે સાતમા ગુણસ્થાનમાં હતા, ત્યાંથી હવે વિશેષ સ્વરૂપમાં સ્થિરતા કરીને નિર્વિકલ્પ ધ્યાનને આદરવા લાગ્યા. ૬૬ાા.
પ્રથમ શુક્લપદ ધ્યાનમાં ક્ષપકશ્રેણિ બળ સાર;
બની શકે તો સર્વનો મોહ દહે, નહિ વાર. ૬૭ અર્થ - હવે પ્રભુ આઠમા ગુણસ્થાનમાં આવીને શુક્લધ્યાનનો પ્રથમ ભેદ તે પૃથકત્વવિતર્ક વીચાર નામે છે, તેને આદરવા લાગ્યા અને બળવાન સારરૂપ જે ક્ષપકશ્રેણિ છે તે પર આરૂઢ થયા.
આ શુક્લધ્યાનની ક્ષપકશ્રેણિમાં એટલું બળ છે કે જો બની શકતું હોય તો સર્વ જીવોના મોહનીયકર્મને તે બાળી નાખે, તેમાં વાર લાગે નહીં. પણ બીજાના કમોને કોઈ લઈ શકતું નથી, તેથી તેમ થઈ શકતું નથી. IIકશો.
બીજા શુક્લપદ ધ્યાનથી પ્રગટે કેવળજ્ઞાન;
ફાગણ વદિ ચૌદશ દિને જ્ઞાન-મહોત્સવ માન. ૬૮ અર્થ :- હવે પૃથકત્વવિતર્ક વીચાર નામના શુક્લધ્યાનના પ્રથમ ભેદવડે જેના કષાયો ક્ષય થઈ ગયા છે તે મહામુનિ બીજા એકત્વવિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનને ધ્યાવવાને યોગ્ય બને છે. તેથી ક્ષણમાત્રમાં તે સર્વ ઘાતીયાકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે.
આ એકત્વવિતર્ક અવીચાર નામના બીજા શુક્લધ્યાનમાં યોગીપુરુષ પૃથકત્વરહિત એટલે જુદી જુદી રીતે વિચારરહિત પણ વિતર્ક એટલે ભાવકૃતસહિત એવું ધ્યાન કરતા એક દ્રવ્ય, એક અણુ અથવા એક પર્યાયને એક યોગથી ચિંતવન કરે છે. તેથી આ ધ્યાનરૂપી અગ્નિની જ્વાલાથી દર્શનાવરણ, જ્ઞાનાવરણ,