________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
ત્યાં તૃપ્તિ જો ના થઈ, નરભવમાં શું થાય? સાગરજળથી ના છીંપી તૃષ્ણા ટીપે જાય? ૩૪
અર્થ :• સ્વર્ગના સુખોથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ સુખોથી તૃપ્તિ કેવી રીતે થશે? સમુદ્રના જળથી જે તૃષા છીપી નહીં તે માત્ર જળના બિંદુ વડે કેમ છીપે? ।।૩૪।। ઇંથનથી અગ્નિ વર્ષ, નદીથી ન જલધિ ઘરાય,
તેમ જ તૃષ્ણા પણ વધે ભોગે કી ન શમાય. ૩૫
અર્થ :— લાકડા નાખવાથી જેમ અગ્નિ વધે છે, નદીઓના જળથી જેમ જઘિ એટલે સમુદ્ર ધરાતો નથી. તેવી જ રીતે તૃષ્ણા પણ ભોગથી વૃદ્ધિ પામે છે પણ કદી શમાતી નથી. ।।૩૫।। અસિધારે મધ ચાટતાં ક્ષણ મુખ મીઠું જેમ,
જીભ કપાતાં દુખ ઘણું વિષમ વિષય-ફળ તેમ. ૩૬
અર્થ :— અસિ એટલે તરવારની ધાર ઉપર ચોંટેલ મઘને ચાટતાં ક્ષણ માત્ર મોઢું મીઠું લાગે, પણ તરવારની ધારથી જીભ કપાઈ જતાં તેનું દુ:ખ ઘણું ભોગવું પડે છે. તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા તો ભલા લાગે પણ તેના ફળ ઘણા વિષમ દુઃખકર આવે છે. ।।૩૬।।
જીવ વિષયવંશ ના ઘરે હ્રદયે ગુરુ-ઉપદેશ;
પાપ બહુવિધ આચરે, દયા ઘરે નહિ લેશ. ૩૭
૨૨૭
અર્થ :— વિષયને વશ પડેલો આ જીવ શ્રી ગુરુના ઉપદેશને હૃદયમાં ધારણ કરતો નથી અને અનેક
=
પ્રકારના પાપ આચરે છે. પણ પોતાના આત્માની દયાને લેશ માત્ર પણ હૃદયમાં વિચારતો નથી. ।।૩૭।।
અસત્ય, ચોરી, જારીનું વિષય-પોષ છે મૂળ; પરિગ્રહ, આરંભો સાઁ તે અર્થે, જીવ-શૂળ. ૩૮
અર્થ :જૂઠ બોલવું કે ચોરી કરવી કે વ્યભિચાર સેવવા એ બધાનું મૂળ તો વિષય પોષવાની કામના છે. પરિગ્રહ ભેગો કરવો કે પાપ કાર્યના આરંભો કરવા તે સર્વ આના અર્થે છે. આવી મોહમયી પ્રવૃત્તિ જીવને કર્મ બંધાવનાર હોવાથી તે શૂળરૂપ જ છે. ।।૩૮।।
જન સામાન્ય સમાન મેં ખોયાં વર્ષ અનેક, મમતાવશ તપ ના કર્યું, હવે ઘરું તુ ટેક. ૩૯
-
અર્થ :– સામાન્ય લોકોની જેમ મેં અનેક વર્ષ જીવનના ખોઈ નાખ્યા. મમતાને વશ થઈ તપ પણ ના કર્યું. હવે દૃઢપણે ટેકને ઘારણ કરું, અર્થાત્ ઋષભદેવાદિ ભગવંતો જે માર્ગે ગયા તે માર્ગે જવાનો હવે દૃઢ નિશ્ચય કરું. ।।૩।।
કરવી ઢીલ ઘટે નહીં, નરભવ આ વહી જાય,’
ભોગ-વિમુખ થઈને પ્રભુ ત્યાગે તત્પર થાય. ૪૦
અર્થ :— હવે ઢીલ કરવી ઉચિત નથી, અર્થાત્ સામાન્ય મનુષ્યની જેમ સંયમ વગર હવે કાળ નિર્ગમન કરવો મને ઉચિત નથી. મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો સમયે સમયે વ્યતીત થઈ રહી છે એમ વિચારી પ્રભુ પાર્શ્વકુમાર ભોગથી વિમુખ થઈ સંસારને ત્યાગવા તત્પર થયા. ॥૪૦॥