________________
૨૧૪
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
ઝોકાં ખાતા જગજનો, મોહ-નીંદનું જોર; લૂંટતા સર્વસ્વ જ બધે અરે! કર્મ રૂપ ચોર. ૩૭
અર્થ :– ૭. આસ્રવ ભાવના ઃ- મોહરૂપી નિદ્રાના બળે જગતના જવો ઝોંકા ખાઈ રહ્યા છે. તેથી કર્મરૂપી ચોરો આવીને જીવનું સર્વ આત્મઘન લૂંટી જાય છે. કર્મનું આવવાપણું તે આસ્રવ કહેવાય છે. માટે આસવભાવનાને જાણી આઠેય કર્મરૂપી ચોરોને પોતાના આત્મઘનને લૂંટતા બચાવવા. ।।૩૭।। સદ્ગુરુના ઉપદેશથી મોહ-નીંદ ઊંડી જાય; તો ઉપાયો આદર્યું, કર્મચોર રોકાય. ૩૮
અર્થ :- ૮. સંવર ભાવના :- સદ્ગુરુના ઉપદેશથી મોહરૂપી નિદ્રાનું બળ નાશ કરી શકાય છે. માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ઢાળ વડે આવતા આઠેય કર્મરૂપી બાણોને રોકવા. સંવર એટલે આવતા કર્મને રોકવા. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ।।૩૮।।
જ્ઞાન દીપ તપ-તેલ ભરી, ઘર શોધું ભ્રમ ખોઈ;
પૂર્વ ચોર કાઢું બથા, છૂપો રહે ન કોઈ. ૩૯
અર્થ – હ. નિર્જરા ભાવના :- સભ્યજ્ઞાનરૂપ દીપમાં તપરૂપી તેલ ભરીને આત્માની ભ્રાન્તિને છોડી દઈ, સહજાત્મસ્વરૂપમય પોતાના આત્મારૂપી ઘરની હવે શોઘ કરું. પૂર્વે બાંધેલા કર્મરૂપી ચોરોને ઉદયાવલીમાં આવતાં પહેલાં જ બાર પ્રકારના તપ આદરીને આત્મઘ્યાન વડે નષ્ટ કરું, તેમાં એક પણ કર્મરૂપી ચોરને પી રીતે અંતરમાં રહેવા દઉં નહીં. એમ સત્તામાં પડેલા કર્મોની નિર્જરા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો સાચો ઉપાય છે.
“નિજ કાળ પાય વિધિ ઝરના, તા સૌ નિજકાજ ન સરના;
તપ કરી જો કર્મ બિપાર્થે, સોઈ શિવમુખ દરસાવૈ.' ક ઢાળવા
અર્થ :— પોતાના સમયે પાક્યું કર્મ ઝરે તેથી પોતાના આત્માની સિદ્ધિ થાય નહીં. પણ જે તપ કરીને કર્મોને ખપાવે તે જ મોક્ષસુખને પામે છે. ૩૯ના
પંચ મહાવ્રત પાળતાં, સમિતિ પંચ પ્રકાર,
પ્રબળ પંચ ઇન્દ્રિય ğત્યે, થાય નિર્જરા સાર. ૪૦
અર્થ :— પંચ મહાવ્રત તેમજ પાંચ સમિતિને સભ્યપ્રકારે પાળતા તથા પ્રબળ એવી પાંચ ઇન્દ્રિયોને અંતરથી જીતતા, સારરૂપ એવી સકામ નિર્જરા સાધી શકાય છે. માટે નિર્જરા ભાવનાને ભાવી કર્મોની નિર્જશ કર્તવ્ય છે. ૪ા
ચૌદરજ્જુ ભર લોકનું પુરુષ સમ સંસ્થાન;
તેમાં જીવ અનાદિથી ભમે ભુર્તી નિજભાન. ૪૧
અર્થ :-૧૦. લોકસ્વરૂપ ભાવના :- માપમાં ચૌદરા પ્રમાત્ર અને છ દ્રવ્યથી ભરેલો પુરુષાકારે આ લોક છે. તેને કોઈએ બનાવ્યો નથી. તેમાં આપણો જીવ અનાદિકાળથી કર્માનુસાર પોતાના સ્વરૂપનું ભાન ભુલીને ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. ।।૪।
માગ્યું . સુરતરુ સુખ દે, ચિંતામણિ પણ તેમ;
વિજ્ર માગ્યે, વિણ ચિંતવ્યું, સુખ કે સુધર્મપ્રેમ, ૪૨