________________
ચીમનલાલ પી. શાહ એ અઠ્ઠાઈ એચછવ તથા નવાણું અભિષેકની પૂજા વગેરે તથા શ્રી સંધ તરફથી અઠ્ઠાઈ ઓચ્છવ તથા ગુરૂ મહારાજના શુભ પાસે પણ અઠ્ઠાઈ ઓચ્છવ વગેરે સારા થયા હતા. દહનક્રિયાને ખર્ચ પણ સંસારી ભત્રીજાએ કર્યો હતે ને અગ્નિદાહ ઝવેરી દલપતભાઈના હસ્તે થયે હતું. તેમને પણ લાભ સારો લીધું હતું ને તેમના પ્રત્યે સર્વને પિતાની મેળેજ ભાવના થતી હતી. આવા ગુણનિધાન ગુરૂવરોના ગુણગ્રામ કરવા તે આત્મકલ્યાણનું અનુપમ સાધન છે. તેઓ હંમેશાં નમસ્કાર મંત્રનું જ ધ્યાન કરતા. તેઓ ૨૧) વર્ષ ગૃહસ્થાવાસમાં ને ૬૦ વર્ષને દશ દિવસ દિક્ષા પર્યાય પાળી ૮૧, વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની વૈયાવચ્ચને લાભ પ્રીતિશ્રીજીએ મહદયશ્રીજી, તથા હર્ષપ્રભાશ્રીજીએ સારે લીધું હતું. તે જીવને ઠેઠ સુધી શાંતિ પમાડીને નવકારનું જ સ્મરણ કરાવતા હતા. સર્વની આશા છે કે તે જીવનું કલ્યાણ થાઓ ને તે પુન્યશાળી આત્માની તિથિને દિવસે હજુ પણ પૂજા દહેરાસરમાં બેને ભણાવે છે ને તેમના ગુણનું સ્મરણ કરે છે. આમના જીવન ચરિત્ર લખવામાં કાંઈ અજ્ઞાન દશાથી ભૂલ થઈ હોય માટે ક્ષમા માગુ છું એજ છે શાંતિ ! શાંતિ ! શાંતિ !