Book Title: Prabuddha Jivan 2016 05 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ * ૨૦૧૬ ત્યાગ, વૈરાગ્ય, અહિંસા અને અનેકામાં દષ્ટિનો પ્રબોધ છે. જૈન તત્ત્વદર્શન : તેની વિશેષતાઓ: ભગવાન મહાવીરે વીતરાગ થયા પછી લોકકલ્યાણ માટે જે ઉપદેશ આપ્યો તે તેમની શિષ્યપરંપરા દ્વારા આપણા સુધી ઊતરી આવ્યો છે. એ ઉપદેશોનો સંગ્રહ અંગ ગ્રંર્થોમાં છે. તેવા અંગ ગ્રંથી એ ભાર છે. તેથી તેને દ્વાદશાંગી કે ગણિપિટક કહીને ઓળખવામાં કે આવે છે. તેમાં જૈન તત્ત્વમીમાંસા રજૂ થયેલી છે. આપણે તેનો મુદ્દાસર વિચાર કરીએ. પ્રબુદ્ધ જીવન બ્રહ્માંડના બે ભાગઃ સમસ્ત બ્રહ્માંડના બે ભાગ છેઃ (૧) લોક અને (૨) અલોક. લોક અનાદિ છે. તેના ત્રણ વિભાગ છે : (૧) અર્ધાલોક એટલે કે નર્ક (૨) મધ્યક એટલે કે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોવાળો ભાગ અને (૩) ઊર્ધ્વલોક એટલે દેવીના સ્વર્ગો. લોકમાંજ વાદિ પદાર્થો અલોકમાં માત્ર આકાશ છે. બે તત્ત્વો : જીવ અને અજીવ : ૯ ચૈતન્યરહિત જડ પદાર્થોને અજીવ કર્યું છે. તેના પાંચ ભેદ પાડવામાં આવ્યો છે: ધર્મ, અધર્મ, આકારા, પુદગલ અને કાળ, આમાંથી કાળ સિવાયના તત્ત્વોમાં પ્રાશ અને ચૈતન હોતાં નથી. જ્યારે કાળતત્ત્વ અપરિચ્છિન્ન, અનાદિ અને અનંત પર્યાયવાળું હોય છે, ધર્મ અને અધર્મ જીવાત્માની ગતિ અને સ્થિતિમાં નિયામક તત્ત્વો છે. આકાશ અનંત પરિમાણયુક્ત પ્રદેશ છે. પરમાણુથી લઈને સ્થૂળઅતિસ્થૂળ-મહાસ્થળ તમામ રૂપવાળા પદાર્થોને પુદ્ગલ કહે છે, આ પાંચ તત્ત્વોને “અસ્તિકાય” કહીને ઓળખાવ્યાં છે. જ્યારે કાળ અસ્તિકાય છે. આ સર્વ વ્યો ઉત્પત્તિ, સ્થિતિ અને લયવાળાં છે, તેથી તેમને ‘સત્” કહ્યાં છે. બંધન અને મો : આ જૈનશાસ્ત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે, તેમાંથી આપણે જીવ અને અજીવ બે તત્ત્વો વિશે જોયું. હવે જે બાકી પાંચ તત્ત્વો રહ્યાં છેઃ બંધ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ તત્ત્વો જીવનશોધનને લગતાં આ એટલે કે આધ્યાત્મિકવિકાસ ક્રમને લગતાં છે. જૈન તત્ત્વદર્શન અનુસાર છે,કર્મના પુદ્ગલને લીધે જીવ બંધનમાં આવે છે. આ બંધન થવાનાં આ મુખ્ય કારણો પાંચ છે: મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચમાંથી કપાય જ બંધનનું સૌથી મુખ્ય કારણ છે. આ કાર્યો ચાર છે: ક્રોધ, લોભ, માન અને માયા. આ બંધોમાંથી જીવને છૂટો કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. મુક્તિ એટલે કષાય મુક્તિ, કધાર્યા આત્મામાં હોય ત્યાં સુધી જન્મ-પુનર્જન્મનું ચક્ર ચાલુ રહે બ્રહ્માંડમાં જડ અને ચેતન એમ બે તત્ત્વો છે. જડ તત્ત્વને અજીવ અને ચેતન તત્ત્વને જીવ કહેવામાં આવે છે. અજીવ તત્ત્વમાં પાંચ દ્રોનો સમાવેશ છે: પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જ્યારે જીવતત્ત્વમાં માત્ર એક જ દ્રવ્ય છે, અને તે છે, જીવ, આમછે. પણ જીવાત્માની થાયમુક્તિ થતાં એ મોક્ષ પામે છે, અને મોક્ષ પ્રાપ્ત થતાં જીવાત્માને સિદ્ધ દશા મળે છે. આસ્રવ અને સંવર : કુલ છ દ્રવ્યોનું આ બ્રહ્માંડ છે. જીવ ચેતન તત્ત્વ છે. તેને આત્મા કહેવામાં આવે છે. તેનું મૂળ રૂપ પૂર્ણત્વવાળું છે. એ રૂપમાં જીવ અનંત પ્રજ્ઞા, અનંત શાંતિ, અત્યંત શ્રદ્ધા અને અનંત વીર્ધવાળો છે. જોની સંખ્યા અગદિત છે. તે બધા નિત્ય અને સમાન છે. વળી આદિ અને અંત વિનાના છે. જે સમય દરમ્યાન તેનો પુદ્ગલ જોડે સંયોગ રહે તેટલો સમય એ તેનો સંસાર. આ સમગ્ર બ્રહ્માંડ અને સૂક્ષ્મ જીવથી ભરેલું છે. તેમાં અસંખ્ય જીવસમૂહો છે. હું ભોતિક દેહ સાથે જુદે જુદે સમયે તે જોડાય તે દેહના કદ પ્રમાણે આત્મા સંકોચ કે વિસ્તાર પ્રાપ્ત કરે છે. મતલબ કે જીવ મધ્યમ પરિમાણ કે છે. તેથી તેના કદ કે પરિમાણમાં ફેરફાર થઈ શકે છે. આ જીવ પોતાનાં સુખદુ:ખનો પોતે જ કર્યું છે. સંસારી અવસ્થામાં તેને પૌદત્રિક કર્મો લાગે છે, કારણ કે જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિ છે. જવના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની અવસ્થા થાય છે. પૂર્ણ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, પરંતુ જીવને કર્મનું બંધન નડે છે તેથી તેને પૂર્ણને બદલે માત્ર આંશિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે કર્મોનાં આવરણો જીવના પુરુષાર્થથી પૂરેપૂરો દૂર થાય ત્યારે તે જ્ઞાનની પૂર્ણતા અને પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે આત્મા સર્વશ બને છે. એવા સર્વજ્ઞ અને કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી ‘કેવલી’ કહે છે. કર્મોનું આત્મા તરફ વહી આવવું એટલે આસવ. જીવાત્મા કર્મથી બંધાય તે ઘટનાને આસવ કહે છે. આત્મા પોતે તો શુદ્ધ હોય છે, પણ એનાં શુદ્ધ સ્વરૂપને બગાડનારી જીવાત્માની ચાર વૃત્તિઓ છે. એ છેઃ ક્રોધ, લોભ, માન અને માયા. આ ચાર વૃત્તિઓનાં વહેણો આત્મા તરફ વહેતાં રહે છે, એટલે એને આસવ કહ્યાં છે. આ આસવી જે અટકાવે, તેનો વિરોધ કરે, તેને સંવર કહે છે. એ કા૨ણ અને કાર્ય બંને છે, એટલે કે કર્મબંધન જેનાથી અટકે તે સંવર અને પરિણામરૂપ કર્મબંધનનું અટકવું તે પણ સંવર. આસનિરોધ જેમ વધુ તેમ ગુન્નસ્થાનભૂમિ ઊંચી પ્રાપ્ત થતી જાય છે. એટલે કે જેમ કર્મબંધન ઓછાં થતાં જાય છે, તેમ આત્મદશા ઉન્નત થતી જાય છે. સંવરમાં ત્રણ બાબતો કરવાની રહે છે. તેને ગુપ્તિ કહે છે. તે છે ઃ (૧) મનમાં અહિંસા અને અપરિગ્રહનો ખ્યાલ રાખવો, (૨) અસત્ય અને ક્રોધયુક્ત વચનો બોલવાં નહીં, (૩) ચોરી કરવી નહીં. જીવને જો કર્મમુક્ત કરવો હોય તો અગાઉ જે કર્મ લાગી ચૂક્યું હોય તેને દૂર કરવું જોઈએ અને બીજું, નવું કર્મ આવતું અટકાવવું જોઈએ. કર્મની આઠ પ્રકૃતિઓ અને દસ અવસ્થાઓ છે. શુભ કાર્યો કરવાથી શુભ કર્મ (પુણ્ય) બંધાય છે અને અશુભ કાર્યો કરવાથી અશુભ કર્મ (પાપ) બંધાય છે. જો આ કર્મોનાં ફ્લો રાગ-દ્વેષ વિના સમતાથી ભોગવી લેવાય તો નવાં કર્મો બંધાતાં નથી, અન્યયા બંધાય છે. કાર્યો (દુવૃત્તિઓ)ને કારણે કર્મથી બંધાયેલો જીવ પોતાનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44