________________
પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૬
સમણસુત્તની જ્ઞાનયાત્રા જવાબ-પત્ર
પ્ર. ૧: આ પંક્તિઓ જે ગાથામાં હોય તે ગાથાનો માત્ર ક્રમાંક
લખો. (ગુણ ૫) જ. ૧: (૧) ૐકાર પંચ પરમેષ્ઠીનું પ્રતીક છે. ગાથા-૧૨ (૨) સ્વમાં લીન સાધુ સાચો ભાવલિંગી મુનિ છે.
ગાથા-૩૬૩ (૩) મુનિ શુભ કે અશુભ-કોઈ આસવ કરતો નથી.
ગાથા-૨૭૯ (૪) મૂઢ લોક અનંત સંસારમાં ખોવાઈ જાય છે.
ગાથા-૫૮૮ (૫) સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે.
ગાથા-૪૫૦ (૬) ગણ, ગચ્છ, સંઘ અને નિર્મળ એવો આત્મા છે સમય.
ગાથા-૨૬ (૭) તૃષ્ણામાંથી મોહ અને મોહમાંથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે.
ગાથા-૯૯ (૮) નિશ્ચય દૃષ્ટિએ મૌન (મુનિત્વ) એ જ સમ્યકત્વ છે.
ગાથા-૨૨૧ (૯) આંધળાની આગળ કરોડો દીપક પ્રગટાવીએ તે નકામા છે.
ગાથા-૨૬૬ (૧૦) મુક્તાવસ્થા બાધારહિત છે.
ગાથા-૬૨૩ પ્રશ્ન ૨ : બેથી ત્રણ વાક્યમાં જવાબ લખો. (ગુણ ૨૦)
(૧) ઉપયોગ શબ્દનો વ્યાવહારિક અને શાસ્ત્રીય અર્થ શું થાય છે? જ. જ્ઞાન અને દર્શનની જાગૃત અવસ્થા એટલે કે સક્રિય અવસ્થા એ ઉપયોગ કહેવાય છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. સક્રિય ઉપયોગ એ જ ધ્યાન છે. (૨) બાળ અને પંડિત કોને કહ્યા છે? જ. : જે પ્રમત્ત છે-પ્રમાદી છે તે બાળ છે. અપ્રમાદી છે તે જ્ઞાની છે-પંડિત છે. બાળ જીવ એટલે અજ્ઞાની જીવ. લોભભય-પ્રમાદથી બચે છે તે પંડિત. (૩) પુદ્ગલનું સ્વરૂપ શું છે? જ. : જેમાં પૂરણ અને ગલન થયા કરે છે તેને પુદ્ગલ કહે છે. કંઈક ઉમેરાય તે પૂરણ, કંઈક ઓછું થાય તે ગલન. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે ગુણો પણ વધતા-ઘટતા રહે છે. (૪) ભાવશુદ્ધિ એટલે શું? જ. : ક્રોધ-લોભ-મદ-માન વગેરેથી રહિત ચિત્તવૃત્તિ એ
જ ભાવશુદ્ધિ. એ જ આત્યંતર શુદ્ધિ. (૫) અભવ્ય આત્મા ધર્મ કરે પણ તે મિથ્યા હોય છે. શા માટે ? જ. અભવ્ય આત્મા રત્નત્રયીને યથાર્થ રૂપે સમજતો નથી. એ ધર્મનો સ્વીકાર કરે છે, શ્રદ્ધા પણ રાખે છે, પાલન પણ કરે પરંતુ કર્મક્ષય માટે નહિ, ભોગાદિ માટે કરે છે. તેની સમજણ ખોટી છે તેથી તેનો ધર્મ મિથ્યા છે. (૬) પર્યાય કોને કહેવાય? જ. : પર્યાય એટલે દ્રવ્યની બદલાતી અવસ્થા. પર્યાયોનો સમૂહ એ જ દ્રવ્ય છે. ઉત્પાદ અને વ્યય થતા રહે છે, મૂળ દ્રવ્ય કાયમ રહે છે. (૭) જિનેશ્વરોના ઉપદેશનો સાર શું છે? જ. : “જે તું તારા પોતાના માટે ઇચ્છે છે તે તું બીજા માટે પણ ઇચ્છ, તને જે નથી ગમતું તેવું તું બીજા માટે પણ ઇચ્છ નહિ. પરમાત્માના ઉપદેશનો આ સાર છે. (૮) જ્ઞાનાભ્યાસ કરવાના લાભ કયા કયા છે? જ. : જે જ્ઞાનાભ્યાસ કરે છે તે પોતે ધર્મમાં સ્થિર થાય છે, બીજાને સ્થિર કરી શકે છે, તેનું ચિત્ત એકાગ્ર થાય છે, અહંતુ માર્ગને વધુ સારી રીતે અનુસરી શકે છે. (૯) કર્મબંધ ન થાય તે માટે શું કરવું જોઇએ? જ. : યતના-જયણાથી ચાલવું, જયણાથી રહેવું, બેસવું, બોલવું, ખાવું–આમ સાવધાનીથી રહેનારને કર્મબંધ થતો નથી. (૧૦) કયું દાન, કયું વચન, કયો તપ અને કયા પુરુષને શ્રેષ્ઠ કહ્યા છે ? જ. : દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. વચનમાં નિષ્પાપનિરવદ્ય વચન શ્રેષ્ઠ છે. તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. પુરુષોમાં
લોકોત્તર ઉપદેશક ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. પ્રશ્ન ૩ : દરેકની ટૂંકમાં વ્યાખ્યા લખો. (ગુણ ૨૦)
(૧) ક્ષીણ કષાય ગુણ સ્થાનકની વ્યાખ્યા કરો. જ. : મોહનો સંપૂર્ણ નાશ થઈ ચિત્ત સ્ફટિક પાત્ર જેવું પારદર્શક થઈ જાય તે ક્ષીણકષાય ગુણસ્થાનક છે. (૨) “ભોગોપભોગ પરિમાણ'ની વ્યાખ્યા આપો. જ. : ભોગ અને ઉપભોગની મર્યાદા બાંધવી તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. ભોજનમાં અભક્ષ્ય આદિનો ત્યાગ અથવા પરિમાણ કરવા, ઉપભોગ એટલે આજીવિકા માટે પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ અથવા પરિમાણ કરવા, એ આ વ્રતમાં આવે. (૩) તીવ્રકષાયી વ્યક્તિના લક્ષણ દર્શાવો.