Book Title: Prabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક અપરિગ્રહ અને ગાંધીજી .દક્ષા વિ. પટ્ટણી જાન્યુઆરી, ૨૦૧૩ આ વિદુષી પ્રાધ્યાપિકાએ ૧૯૭૬માં ગાંધી વિચારક ઇશ્વરભાઈ દવે, સી. એન. પટેલ અને દર્શકના માર્ગદર્શન હેઠળ ‘ગાંધીજીનું ચિંતન' વિષય ઉપર મહાનિબંધ લખી, પીએચ. ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. લગભગ દસ પુસ્તકો અને પચાસથી વધારે ચિંતનાત્મક લેખોના લેખિકા અને આકાશવાી, દૂરદર્શન તેમ જ સભા-સમારંભોના પરિસંવાદોમાં પોતાના ચિંતનને પ્રસ્તુત કરતા આ લેખિકા પ્રભાવક વક્તા છે. પ્રસ્તુત વિષયને આ લેખિકાએ નવા પરિમાળથી અહીં તપાસી વિષયની વિસ્તૃત ચર્ચા કરી ગાંધીને મહામાનવ તરીકે યથાર્થ રીતે દર્શાવ્યા છે. સૌ પ્રથમ તો જે મહાપુરુષોની સ્મૃતિમાં આપણે બધાં જીવનના બદલે આપણા ચિત્તની અંદર શું ચાલી રહ્યું છે અને શું થઈ શકે, કેવી આ મહામૂલ્ય વિષે કંઈક વિચારવા ભેગાં થયાં છીએ તે મહાત્માઓરીતે થઈ શકે તેની સાદી સીધી વાતો કરવા તરફ છે. પરિસ્થિતિ ગમે તે આપણા વૈદિક ઋષિઓ, ગીતાકાર કૃષ્ણ, ઉપનિષદકારો, ઋષભદેવ, હોય પણ તેનાથી પર જઈને, અળગાં રહીને આપણે આપણાં જીવનમાં ભગવાન બુદ્ધ, મહાવીરસ્વામી અને ગાંધીજીને હું પ્રણામ કરું છું; આ મૂલ્યને સિદ્ધ કરવાની દિશામાં ક્યાં સુધી જઈ શકીએ તેની કેટલીક જેમણે અપરિગ્રહ જેવા જીવનમૂલ્યને, વિચારને પોતાના જીવનમાં વાતો ગાંધીજીના જીવનને આધારે કરવા માંગું છું, આચારસિદ્ધ કરી સામાન્ય માણસના વિચારોની ક્ષિતિજને ખોલી આપી. આજે આપણે એ ખુલ્લી ક્ષિતિજમાંથી માત્ર ગાંધીજીના જીવનને આધારે અપરિગ્રહના જીવનમૂલ્યને શક્ય તેટલું સરળતાથી સમજવા ભેગાં થયાં છીએ કે જેથી આપણને એ સુલભ બને. આથી સૌ પ્રથમ વિષયનો શબ્દાર્થ સ્પષ્ટ કરી એક ભાષાના શિક્ષક તરીકે મને જે સમજાય છે તે ટૂંકમાં કહીને જીવનની ક્ષણે ક્ષા જેણે અત્યંત સભાનતાથી આ વિચારને પોતાના જીવનમાં આચારમાં મૂકી જગતને આશ્ચર્યકા૨ક પરિણામોનો અનુભવ કરાવ્યો છે તે ગાંધીજીના જીવનમાં તેનું એક એક પગથિયું કેમ રચાતું ગયું, તેનું સ્વરૂપ અને વિકાસ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયાની વાત કરવા માંગું છું. બહારની નહીં અંદરની. બધી નહીં કેટલીક. જેમ સહસ્રદળ કમળની પાંખડીઓ ખિલતી રહે, વિકસતી રહે અને એમાંથી નવાં નવાં સૌંદર્ય પ્રગટતા રહે છે તેમ આ અપરિગ્રહ શબ્દ પણ છેક વેદકાળથી આજસુધી એની વિવિધ અર્થછાયામાં વિકસતો, વિસ્તરતો રહ્યો છે. આપણે એ ઐતિહાસિક વિકાસ ક્રમને છોડીને આપણી સમયમર્યાદામાં આપણા આ વિષયક્ષેત્રને સ્પષ્ટ કરવા પ્રયત્ન કહ્યું. સામાન્ય રીતે આવા કોઈ પણ વિષય ઉપર ચર્ચા વિચારણા કરતી વખતે આપણે આપણી આસપાસની બાહ્ય પરિસ્થિતિની વાતો કરી લોકો અતિશય પરિગ્રહ કરી કેવા કેવા ભ્રષ્ટાચારો કરી રહ્યા છે તેનું વર્ણન કરતાં હોઈએ છીએ અને સાંભળતાં હોઈએ છીએ આથી સામાન્ય માહાસને તો એમ જ થાય કે સમાજ આખો આવો સડી ગયો છે તો આપણા જેવા એકલ દોકલ માણસથી શું થઈ શકે ? પરિગ્રહ તો સમાજવ્યાપી અરે વિશ્વવ્યાપી રોગ છે. આપણે તેમાં કશું જ કરી શકતા નથી. આવી લાચારીની લાગણી તેમાંથી જન્મે છે. મને લાગે છે કે આ વિષયનું બાહ્માક્ષેત્ર થયું. આ નિરાશામાંથી આપશે બહાર નીકળવું હોય તો આપણા મહાપુરુષોના જીવન ચરિત્ર આપણાને રસ્તો બતાવે છે કે બીજા શું કરે છે તે નહીં પણ આપણે શું કરી શકીએ તે વિષે વિચારવું હોય તો બહાર નહીં પણ અંદર આપણા પોતાના ચિત્ત તરફ દૃષ્ટિ કરી ત્યાં શું ચાલી રહ્યું છે? શું થઈ શકે તે સમજીએ તો આપણો માર્ગ આપણને દેખાશે. આથી જ આજના વિષયમાં અપરિગ્રહનું મૂલ્ય અને ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલો તેનો વિકાસ, તેની વાતો આપણે કરવી છે. એટલે મારો અભિગમ આ બાહ્ય પરિસ્થિતિ વિષે વાતો કરવાને આપણો વિષય છે અપરિગ્રહ અને ગાંધીજી. આથી પહેલાં અપરિગ્રહ શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ અને પછી ગાંધીજીના જીવનના સંદર્ભમાં તેને સમજવાનો અથવા મૂલવવાનો છે એટલે પહેલાં શબ્દની રચના એટલે કે તેનું બંધારણ અને તેના વિવિધ અર્થો, તેની અર્થછાયાને સ્પષ્ટ રૂપે સમજી લઈએ. આપણી સંસ્કૃત ભાષાની અને તેની સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલી આપણી સંસ્કાર પરંપરાની એક વિશેષતા એ રહી છે કે કોઈ પણ શબ્દની રચનાને સમજી લઈએ તો પછી એ શબ્દરચના જ એના વિવિધ અર્થોને, અર્થ વિકાસને અનંત રીતે ખોલી આપે છે. આથી એ ક્રમમાં આપણે અપરિગ્રહ શબ્દને અને તેમાંથી બનતા શબ્દોને, તેના અર્થવર્તુળોને જરા સમજીએ. પતિ-અરિાણ એ શબ્દમાં મૂળ ધાતુ છે ગ્રહ. ગ્રહ એટલે ચહા કરવું, પકડવું. આ મૂળ ધાતુને આગળ પાછળ પ્રત્યર્યા લાગે તેમ તેના અર્થ બદલાતા રહે. જેમકે આગ્રહ, વિગ્રહ, સંગ્રહ, પરિગ્રહ વગેરે. આપણે જેને સંઘરો કહીએ છીએ તે શબ્દ સંગ્રહમાંથી આવ્યો છે પણ સંઘરાખોરીમાં ખોરી પ્રત્યય અરબી-ફારસીમાંથી આવ્યો છે એટલે એનો અર્થ બદલાય જાય છે. પરંતુ સંગ્રહનો અર્થ તો સારી રીતે ભેગું કરેલું એવો જ થાય છે. સં એટલે સરખી રીતે. દા. ત. કું એટલે કરવું. તેના પરથી સંસ્કૃતિ, સંસ્કાર, કૃતિ એટલે કરેલી પણ સંસ્કૃતિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 540