Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
કલ્પસૂત્રનિર્યુક્તિ આદિની પ્રતિએ આ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કપચૂર્ણ અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કલ૫ટિપ્પનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે એ, ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથોની પાંચ પાંચ પ્રતિઓન મેં આદિથી અંત સુધી સળંગ ઉપગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓને મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને ર૦૦ કે ગામતરે થી જણાવેલ છે અને જે પાઠ ઘણું પ્રામાં હોય ત્યાં સ્વતપુ એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સિકામાં લખાએલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે..
નિર્યુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિયુક્તિ-ચૂર્ણની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે તેમાં ભાષાપ્રયેગનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણું ઘણું ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓને અનુભવ પ્રાચીન પ્રતિઓ ઉપરથી ગ્રંથોનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠેનાં ઢગલાબંધ ઉદાહરણ આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનેને ખ્યાલ આવશે કે–આવા પાઠોના સંશોધકને શાબ્દિક શુદ્ધિ સિવાય અર્થસંગતિ વિષે કશું ય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણમાં (પૃ. ૯૪માં) આ પોતિર્લિ તિ આ શુદ્ધ પાઠ લેખકના લિપિદોષથી મા પુલિસિકા તિ પાઠ બની ગયે અને ઘણી પ્રતિમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કોઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે પોuળ સિરિઝર્વ તિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે મા ઉતિનિજસં તિ (૪. મા પુનવિષ્યન રિ) એને અર્થ “નિગદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીએ લિપિષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુદ્રિત ચૂર્ણાગ્રથોમાં આપણને જેમના તેમ જોવા મળે છે.
અહીં પ્રસંગોપાત જૈન મુનિવરની સેવામાં સવિનય પ્રાર્થના છે કે-જૈન આગમ અને તે ઉપરના નિયંક્તિ-ભાગ્ય-ચૂર્ણ આદિ વ્યાખ્યાગ્રંથોનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લે જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રીહેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તે પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિર્યુક્તિ-ભાષ્ય-ચૂણી આદિ ગ્રંથનું