Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi

View full book text
Previous | Next

Page 16
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૧૮૯૦ માં વડોદરાનગરસ્થાયી આ કવિરાજને અહિંના સુશ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ વગેરેએ મહાનિશીથ સૂત્ર સંબંધમાં પ્રશ્નો પૂછેલા, તેના પ્રત્યુત્તર કવિએ આપેલા તે ૩૦૦ લેકપ્રમાણે ગુજરાતી ગદ્યગ્રંથ “મહાનિશીથ-બેલ” નામે પ્રકટ થયેલ છે. વિ. સં. ૧૮૨ માં જ્યારે આ કવિ સૂરત બંદરમાં હતા, ત્યારે પણ વડોદરાના ઉપર્યુક્ત શ્રાવક ગાંધી દુલભદાસ ઝવેરચંદ અને બીજા શ્રાવકોએ મૂર્તિપૂજા વગેરે વિષયમાં પૂછાવેલું-એ અવતરણ અહે “વટપદ્ર (વડોદરા) ના ઐતિહાસિક ઉલ્લેખ” લેખ-માલામાં કર્યું હોવાથી અહિં પુનરુક્તિરૂપે દર્શાવીશું નહિ. વિક્રમની ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નામાંકિત થયેલા, “કવિરાજ બહાદૂર” નામે સુપ્રસિદ્ધ એ કવિ દીપવિજયજીએ વડેદરાનગર-સ્થાયિ જીરાવલા પાર્શ્વનાથસ્તવન” નામની એક નાની પણ એ. દૃષ્ટિએ અને કવિતાની દૃષ્ટિએ મહત્વની કૃતિ રચી હતી. જૂદા જૂદા રાગમાં રચેલી પાંચ ઢાળવાળી મનહર એ કવિતામાં પ્રસ્તુત ઘટનાને કવિએ સપ્રમાણ નિર્દેશ કર્યો છે. કવિએ વડોદરાની ગજલમાં જેમ મહારાજા ગાયકવાડ દામાજીરાવ, સિયાજીરાવ, ફતેસિંહરાવ, ગેવિંદરાવ, રાવ આનાજી, રાવ કાનાજી અને દીવાન રાઉબા વગેરેનું સ્મરણ કર્યું છે તેમ આ ઘટના જેમના રાજ્ય-સમયમાં બની, તે મહારાજા સયાજી( સયાજીરાવ બીજા)નું તથા તેમના વંશના ૮ વંશજોને નામ-નિર્દેશ આ કવિતામાં કવિએ કર્યો છે. ઘટના સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ, સંવત્, માસ, તિથિ વગેરે આવશ્યક હકીકતે સૂચવવા કવિએ પૂરતું લક્ષ્ય રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162