Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૧૧૧ નથી બનવા દીધું એ જ ખૂબી છે. અન્તમાં આપેલી આપની સાહિત્યસેવા વાંચી અતી આનંદ.”
[૨] અમદાવાદથી મુનિરાજ દર્શનવિજયજીતા. ૨૯–૧૦–૩૫ ના પત્રમાં જણાવે છે કે –
–“પુસ્તક જોતાં જ માલુમ પડે છે કે તેમાં તમે ઘણે ઘણે પ્રયત્ન કરી ગુજરાતના વિર નરની મહાકથા એકત્ર કરી છે. ગુજરાતના વીરોમાં તેજપાલનું સ્થાન અનુપમ–અનેખું જ છે. ઘઘુલ જેવા ઉદંડ અને પરાક્રમી રાજવીને રણાંગણમાં સામી છાતીએ લડી જીવતે કેદ પકડ-એ કેટલું મુશ્કેલ અને કઠિન કાર્ય હતું? અરે જેની સામે યુદ્ધમાં જવા કેઈ તૈયાર ન થાય, તેની સામે એક જૈનવીર કમ્મર કસે અને યુદ્ધમાં વિજયમાળ વરે એ વાંચી કયા જૈનને હર્ષ, આનંદ અને ગૌરવ નહિ થતાં હોય ?
વિશેષમાં સાથે પાવાગઢ અને ચાંપાનેરને અપ્રગટ ઈતિહાસ પ્રગટ કરી ત્યાં જેનેનું પ્રભુત્વ, શ્વેતાંબર જૈનેનાં ગગનચુમ્બી ભવ્ય જિનાલને જે પરિચય આપે છે, તે ખરેખર વાંચવા ચોગ્ય છે. ભૂતકાળમાં અને ઠેઠ ઓગણીશમી સદીના પૂર્વાર્ધકાળ સુધીમાં વેતાંબર જેને અને જૈન મંદિરોને જે ઈતિહાસ બહાર પાડયો છે-એ માટે તે આપની ઐતિહાસિક દૃષ્ટિને ધન્યવાદ આપ ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com