Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૧૧૫ નાહટાને ક્યા પાવાગઢ દિગંબર તીર્થ છે?” આ એક લેખ, ઉપર્યુક્ત પ્રકરણના આધારે હિંદી ભાષામાં પ્રકટ થયે છે; તેના અંત(પૃ. ૧૫૦–૧૫૪)માં દિ. શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ
મેરા નિવેદન” પ્રકટ કરાવ્યું છે, તે હાલમાં મહારા વાંચવામાં આવ્યું છે. તેમાં મહારાં જણાવેલાં સર્વ પ્રમાણેને માન્ય રાખવા છતાં તેઓ આવા શબ્દોમાં અનુમાન ખેંચતાં પાવાગઢ સાથે દિગંબર–સંબંધ જોડે છે કે –
'हमारे तीर्थक्षेत्र' नामक लेख में यही लिखा गया है किवहाँके प्रतिमा-लेखोंसे अथवा और किसी प्राचीन लेखसे पावागढका सिद्धक्षेत्र होना प्रकट नहीं होता । परंतु उसका यह अर्थ नहीं है कि श्वेताम्बर-सम्प्रदायके समान दिगम्बर-सम्प्र. दायवाले इसे पहले पूज्य स्थान नहीं मानते थे या उनके प्राचीन मन्दिर वहाँ न रहे होंगे ॥"
પ્રાચીન સમયમાં પાવાગઢ પર દિગંબર જૈનમંદિર હવા સંબંધમાં શ્રીયુત પ્રેમીજી એવી કલ્પનામય વિચિત્ર દલીલ સિવાય બીજું કઈ પ્રાચીન પ્રમાણ દર્શાવી શક્યા નથી. એમની દલીલ પ્રમાણે તે કદાચ સર્વ દિગંબર તીર્થસ્થાને પર શ્વેતાંબર જૈનમંદિરે પણ રહ્યાં હશે ! જે પ્રાચીન દિ. ૧ પ્રતિમા ભીંતમાં ઉકેલી જણાવી તેના આધારે ત્યાં દિ. મંદિર હોવાનું ક૯પે છે, તે પ્રતિમાને ભેદ તે કઈ ગ્ય. સમયે પ્રકટ થવા સંભવ છે. બીજો આધાર ન મળતાં ગોધરામાં દિગંબર જૈન-મંદિર હતું, તેને દાખલો ટાંકે છે, જે દિ. જૈનમંદિરનો ઉલ્લેખ મેં જ ઉપર્યુક્ત “તેજપાલને વિજય પુસ્તકના પ્રાસ્તાવિક(પૃ. ૬ થી ૮)માં અને અન્યત્ર કરાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com