Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
૧૨૦
પાવાગઢથી વડોદરામાં નવ દેહરા પૈકી પાંચ નગારખાનાના દરવાજાની પાસે છે અને તે પાંચ દેહરા પાસે ધર્મશાળા તથા પુજારી માટે રહેવાની કોટડીનાં ખંડેર છે. એક દેહરૂં છાશીયા તળાવ પાસે છે જે તૈયાર છે. પણ કમ્પાઉન્ડની દીવાલ દુરસ્ત નથી, બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે, જેમાંનું એક તૈયાર છે, બીજું રીપેર થાય છે અને ત્રીજું દુરસ્ત કરવાનું કામ હજુ હવે હાથ પર લેવાનું છે. બે દહેરાને કમ્પાઉન્ડ હવે કરવાનો છે. દહેરા નં. ૯ પાછળના ભાગ જે કહેવાય છે, તે બંધ કરવાનું નથી, તેમજ દહેરૂં નં. ૮ જે નાનું છે અને ચેતરે જ છે તે કાઢી નાખવાનું છે. ત્યાં પણ કંઈ બંધ કરવાનું નથી. ઉપર બતાવેલાં નવ દહેરામાં જે કામ કરવાનું છે, તેને નકશે ફેટે ઝીન્ક ઑફિસમાં છપાય છે તે આવેથી તમારા તરફ મોકલવામાં આવશે. દરમિયાન મે. કલેકટર સા. બા. ની તપાસણી વખતે જે રૂબરૂમાં નીરાકરણ થયું છે તે પ્રમાણે રીપેર કામ હાલ કરવા દેશે. તા. ૧૫ મે ૧૯૧૩ રવાના છે. આ. સ. ઈ. ચાંપાનેરની (અંગ્રેજીમાં સહી) મારફતે પિ. તા. ૧૯-૫-૧૩ મહાલકારી હાલોલ” તે પછી તે સજજને કાગળમાં વધારામાં જણાવ્યું છે કે
–“મચકર દેવળે વેતાંબર જૈનેનાં હોવાનો પુરાવો પુનાના આ લોજીકલ ખાતાથી મળવાથી અને તે પ્રસંગે
શ્વેતાંબર જેને તરફથી કોઈ જાતની વ્યવસ્થા નહી હોવાથી સરકારે પિતાની સલામતી ખાતર-દિગંબર જૈનાની–તેઓને કોઈપણ જાતને હકનહીં હેવાની-કબુલત લઈને જ માત્ર રીપેર કરવા પુરતી પરવાનગી આપેલી છે, તે હકીકત આ ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com