Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૧૧૭ અંશમાં પ્રેમીજીએ જણાવ્યું છે કે-“પર્વત પર બધાં મળીને ૧૦ જીર્ણ મંદિરે છે, તેમાંથી ત્રણને તે જીર્ણોદ્ધાર થઈ ગયે છે, અને એકની મરમ્મત થઈ ગઈ છે–શિખર બાકી છે. ત્રીજું અથવા ચોથું મંદિર જમણી તરફ ધરાશાયી થઈ રહ્યું છે, તેને મેં અંદર પેસીને જોયું તે માલુમ પડયું કે ૪ x ઉત્તર તરફની બહારની ભીંત પર જે ત્રણ મૂર્તિ છે, તે શ્વેતાંબર સંપ્રદાયની છે, તેમની ભુજાઓમાં બાજૂબંધ અને હાથ પર કંકણ છે, આસનમાં હાથીનું ચિત્ર છે.
એની આગળ એક વિરાટું મંદિર ધરાશાયી થઈ રહ્યું છે, એમાં નંદીશ્વર દ્વીપની સમાન ચારે તરફ UR પ૨ જિનાલયે હતાં-એ જગ્યાએ શેઠ ચુનીલાલ હેમચંદ જરીવાળાએ મંદિર બનાવી વિરનિ. સં. ૨૪૩૭ [વિ. સં. ૧૯૯૭-સન્ ૧૯૧૧] માં પ્રતિષ્ઠા કરાવી છે. આગળ મોટા મંદિરની સામે એક નાનીશી દેહરી છે, જે હાલમાં જ બનેલી છે. એમાં જે ચરણ છે, તેની સ્થાપના સં. ૧૯૬૭ માં થયેલી છે. * આ મંદિર બહુ વિસ્તારમાં હતું અને પ્રાચીન માલૂમ પડે છે, મરમત માત્ર વચ્ચેના ભાગની કરી લીધી છે.
એની પાસે જ બે મદિર બીજાં હતાં, જેમાંથી એકને તે મકાન-જેવું બનાવી લીધું છે હાલમાં તેમાં પર્વતના મંદિરની
BR પૃ. ૧૦-૧૨ અને ૧૬ ના કથન સાથે વિચારે.
ઘણા ખેદની વાત છે કે-જૂના મનહર છે. જૈનમંદિરને આડી ભીંત ચણી લઈ ઢાંકવા એ રીતે પ્રયત્ન કર્યો હોય–તેમ સૂક્ષ્મ દૃષ્ટિથી
જેનાર સુજ્ઞ નિરીક્ષકેને જણાઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com