Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
-
પાવાગઢથી વડેદરામાં
વણિકમાં અગ્રેસર હતા, સુરત્રાણ(સુલતાન)ના મંત્રી હતા, વિજ્ઞ, ઉદાર, દાની, નીતિમાન, વિનયી હોઈ જેઓ પુણ્ય કાર્યો દ્વારા જૈનમતમાં પ્રભાવક પુરુષ થઈ ગયા. જેણે સેઝીત્રામાં ૩૦ હજાર દ્રમ્મુ-કેના વ્યયથી નવું જૈન-મંદિર કરાવ્યું હતું. જે મંદિરની જૈનમૂર્તિની પ્રતિષ્ઠા સેમદેવસૂરિએ કરી હતી. જે મંત્રી ગદરાજે ઘણાં વર્ષો સુધી પ્રત્યેક પાક્ષિક(૧૪)ને દિવસે ઉપવાસ કર્યા હતા અને તેના પારણાના દિવસે ૨૦૦ થી ૩૦૦ શ્રાવકોનું વાત્સલ્ય (ભેજનાદિથી સાધર્મિક-વાત્સલ્ય) કર્યું હતું. તેણે ઘણા દ્રવ્યના વ્યયથી ૧૨૦ મણ પીત્તળનું આદીશ્વરનું બિલ ભરાવ્યું હતું અને તેને આબ ગિરિરાજના ભૂષણરૂપ ભીમ–વિહાર(જિનમંદિર)માં પહોંચડાવ્યું હતું. ચાત્રા કરવા માટે ઉત્સુક થયેલા આ ગદાશાહ, મહારાજાનું ફરમાન જલદી મેળવી હજારો મનુષ્યોથી, સેંકડે ઘડાઓ અને ૭૦૦ ગાડાએથી શેત સંઘ લઈ સુખે પ્રયાણ કરતાં વિચિત્ર વાઘોથી આકાશ ગજવતાં આડંબર–પૂર્વક આબુ પર્વત પર પહોંચ્યા હતા. ભાનુરાજ, લફરાજ વગેરે રાજાઓએ તે (સંઘવી ગદાશાહ)ને સત્કાર કર્યો હતો.
લાખ ટંક( રૂપીઆ)ના વ્યયથી મોટા સંઘને મિષ્ટાન્ન, પટ વગેરે આપતા તે સંઘવીએ આબૂ ઉપર શ્રીમ તેને વિસ્મય કરનાર મહેન્સવ કરાવ્યો હતો. તે પ્રસંગે વિ. સં. ૧૫રપમાં સમજયસૂરિ સાથે પધારેલા લહમીસાગરસૂરિએ પૂર્વોક્ત મૂર્તિ તથા ભીમ-જિનમંદિરમાં રહેલી બીજી ઘણી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તે સમયે સુધાનંદનસૂરિની અનુમતિથી અને આ ગદા સંઘવીના આગ્રહથી. ગચ્છનાયકે(લક્ષમીસાગરસૂરિજીએ) જિનસમ વાચકને પિતાને હાથે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com