Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
જાલોરના ચૌહાણના રાજ્યમાં સુપ્રસિદ્ધ વાદી દેવસૂરિના ગચ્છને ઉલ્લાસિત કરનાર
સૈદ્ધાતિકાગ્રેસર જયપ્રભસૂરિના શિષ્ય કવિ સમરસિંહના રામભદ્ર(રામે) વિક્રમની ૧૩ મી સદીના રાજ્યમાં મંત્રી મધ્યભાગમાં રચેલા “પ્રબુદ્ધરહિય” નામના યશવીર અને પ્રકરણ રૂપક-પ્રબંધમાં સૂચન કર્યું છે કેઅજયપાલ પાર્ધચંદ્રના કુલમાં સૂર્ય–ચંદ્ર જેવા યશો
વિર અને અજયપાલ થઈ ગયા, જેઓ ચાહમાન(રોહાણ)રૂપી વિષ્ણુના વક્ષસ્થલને શોભાવનાર કસ્તુભ જેવા હતા, અસાધારણ ગુણ-ગણથી વિભૂષિત એ બન્ને રાજપ્રિય હતા, તે સાથે સર્વ જનનું સદા હિત કરવામાં ચિત્તવાળા હતા. જૈન–શાસનની સારી રીતે અભ્યન્નતિ કરવામાં અસાધારણ પ્રયત્નશીલ હતા. અનર્ગલ દાન–વૈભવથી ઉત્પન્ન થયેલી એમની કીર્તિની સુવાસ દરેક દિશાઓમાં ફેલાયેલી હતી. એ બન્ને રાજમાન્ય સુશ્રાવકેએ કરાવેલ યુગાદિદેવ ( આદીશ્વર )ના ચૈત્ય મંદિર માં પ્રવર્તેલ યાત્સવના પ્રસંગ ઉપર અભિનય કરવા(ભજવવા માટે ઉપર્યુક્ત રસિક પ્રબંધ રચાયે હતે. જાલેર-સેનગિર ગઢ ઉપરના શિલાલેખથી જણાય છે કે–ત્યાંના ચાહમાન સમારસિંહ રાજાના આદેશથી વિ. સં. ૧૨૪૨માં ભાં. પાસૂના પુત્ર ભાં. યશવીરે કુમારપાલ-વિહારને સમુદ્ધાર કર્યો હતે, તે જ ઉપર્યુક્ત યશવીર જણાય છે (વિશેષ માટે જૂઓ-પ્રબુદ્ધરોહિણેય” આ. સભા ભાવનગરથી પ્ર.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com