Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પાવાગઢથી વડોદરામાં
હતો. જેમાં ૨૩ લાખ રૂપીઆને ખર્ચ થયે હતું. તે સમયે તેમણે બીજાં અનેક સત્કર્તવ્ય કર્યા હતાં. પંચતીથી, અંભણવાડ, આબ, જીરાવલા, તારંગા, સંખેસર, પંચાસર, ગિરનારજી વગેરે અનેક તીર્થોની પણ યાત્રા કરી હતી. તે સંબંધી વિ. સં. ૧૮૬જેઠ શુ. ૨ ને મારવાડી–ભાષામાં વિસ્તૃત શિલાલેખ જેસલમેર પાસેના અમરસાગરમાં તેમના કરાવેલા જિનમંદિરમાં વિદ્યમાન છે, તેમાંથી જાણવા લાયક વિસ્તૃત ઈતિહાસ મળી આવે છે.
૧ શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી જેસલમેરના કિલ્લાના જૈનભંડારનું નિરીક્ષણ કરવા સ્વ. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ સન ૧૯૧૬માં ગયા, ત્યારે તેમણે ત્યાંના ઉપર્યુક્ત શિલાલેખની પણ નકલ લીધી હતી, જેના આધારે સાક્ષર જિનવિજયજીએ “જૈનસાહિત્ય સંશોધક” (ત્રિમાસિકને પ્રથમ ખંડના પૃ. ૧૦૮-૧૧૧)માં “જેસલમેરકે પટકે સંઘકા વર્ણન” લેખ પ્રકાશિત કર્યો હતો. જેસલમેરભાંડાગારીયગ્રંથ-સૂચના સંપાદન-સમયે તે લેખ ન મળતાં પરિશિષ્ટમાં બીજા શિલાલેખ સાથે તે લેખને અહે ત્યાં પ્રકાશિત કરાવી શક્યા ન હતા. ત્યાર પછી તે ૬૬ પંક્તિને ઐ. મહત્ત્વવાળા એ લેખ સ્વ. બાબું પૂરણચંદજી નાહરના જૈનલેખસંગ્રહ (તૃતીય ખંડ જૈસલમેરપૃ. ૧૪૩ થી ૧૫૦)માં થોડી અશુદ્ધિ સાથે વિ. સં. ૧૯૮૫માં પ્રકાશિત થઈ ગયેલ છે. વિ. સં. ૧૯૮૩ના માર્ગશીર્ષમાં ભાવનગરી ફોટોગ્રાફર શા. મગનલાલ હરજીવનદાસ સાથે અમહે જેસલમેર, લોકવા, અમરસાગરનાં એ શિલાલેખ-દર્શન સાથે મને હર જિનમંદિરનાં દર્શન કરી અપૂર્વ આનંદ પ્રાપ્ત કર્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com