Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પાવાગઢથી વડાદરામાં
સમજાવ્યું હતું. તે પછી નગરના સુધી સૂબા પાટીલ
વિ. સં. ૧૮૯૨ તથા વિ. સં. ૧૮૯૩ માં સાણ ંદ ગામમાં શ્રી શ્રીમાલી મેતા ચાંદા વગેરેએ કરાવેલ જિનપ્રતિમાની અને સિદ્ધચક્રની પ્રતિષ્ઠા આ શાંતિસાગરસૂરિએ કરી હતી ( જૂએ બુદ્ધિ. જૈનપ્રતિમા– લેખસંગ્રહ ભા. ૧, લે. ૬૨૭, ૨૮, ૬૩, ૬૩૧. )
૨૨
આસવાળ શ્રીમાન શેઠ હઠીસિંહે પોતાના દ્રવ્ય-વ્યયથી અહમદાવાદમાં ઉત્તર દિશામાં કરાવેલી વાડીમાં ૩ માળવાળું, ૩ શિખરાવાળું, ૨ મંડાવાળું, પર દેવકુલિકાવાળુ, ધનાથ-મૂલનાયકની સ્થાપનાવાળું જે મનેાહર વિશાળ જિન-મ ંદિર કરાવ્યું હતું; તે પ્રાસાદ અને જિનબિંબેની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૦૩માં શાંતિસાગરસૂરિએ કર્યાનુ ત્યાંના પ્રશસ્તિ–શિલાલેખ પરથી જણાય છે. શેઠને સ્વવાસ થતાં હરકુંવર શેઠાણીએ કરાવેલ પ્રતિષ્ઠા મહાત્સવનુ ત્યાં વિસ્તારથી વર્ણન આપેલું છે( જિનવિ. પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા. ર, લે. ૫૫૬), બુદ્ધિ. લે. ભા. ૧, લે. ૧૪૦૨ માં એ જ સમયનેા બીજો પ્રતિમાલેખ પ્રકટ થયા છે.
સ્વ. બાબૂ પૂરચંદજી નાહરના જૈનલેખસંગ્રહ ( પ્રથમખંડ લે. ૫૬)માં લેખમાં જણાવેલ વિ. સં. ૧૯૦૩માં શાંતિનાથજિતબિંબની પ્રતિષ્ઠા કરનાર તપા-સાગરગચ્છના જણાવેલ શાંતિસાગરસૂરિ આ જ જાય છે અને તે જ પુસ્તકના લે. પર૬માં સ. ૧૯૩૫(o ૦૩) માં માધ વ. ૫ અહમ્મદાવાદવાસી આસવાલ ના. વૃદ્ધશાખાના ( વીસા ) શા. હઠીસ'ધ કેસરીસંધની ભાર્યાં ભાઇ રુકમિણિએ પેાતાના શ્રેય માટે કરાવેલ શાંતિનાથના બિંબની પ્રતિષ્ઠા પણ તપાબિરૂદવાળા સાગરગચ્છના આ જ શાંતિસાગરસૂરિએ કરી હતી.
વિ. સં. ૧૯૦પ( શાકે ૧૭૬૮ )માં સીપાર-વાસી બેન નવલે પેાતાના શ્રેય માટે કરાવેલ ચદ્રપ્રભબિંબની પ્રતિષ્ઠા તપાગચ્છના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com