Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text
________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૩૭
નામના મહાસ્થાનમાં ધાંધલ નામના ધનાઢ્ય શ્રેષ્ઠ શ્રાવક થઇ ગયા. ત્યાં ગ-રહિત સરલ ભદ્રિક એક વૃદ્ધ ડેાશી રહેતી હતી. તેની એક ગાય હુંમેશાં સેહિલી નદી પાસે દેવીત્રી ગિરિની ગુફામાં દૂધ ઝરતી હતી, અને સાંઝના સમયે ઘરે આવતી ત્યારે કઇ પણ દૂધ આપતી ન હતી. તે ડૅાશીએ કેટલેક દિવસે પર પરાથી તે સ્થાન જાણ્યું. તેણીએ ધાંધલ વગેરે મુખ્ય પુરુષા પાસે તે વૃત્તાંત જાન્યેા. તેઓએ વિચાયું કે—તે સ્થાન પ્રભાવક હાવુ જોઇએ. તે વ્યવહારી એકઠા થઇને પવિત્ર થઇને રાત્રે પંચનમસ્કાર( મંત્ર )નું સ્મરણ કરીને પવિત્ર સ્થાનમાં સૂતા; ત્યારે સ્વપ્નમાં નીલ ઘેાડા પર સ્વાર થયેલા કેાઇ સુંદર પુરુષે તેમની પાસે
+ જિનપ્રભસૂરિએ રચેલા ફલવર્ધિ-પાર્શ્વનાથના કલ્પમાં, લેાધીમાં રહેતા શ્રીમાલવંશના વિક્રમની બારમી સદીના ચોથા ચરણમાં વિશ્વમાન ધંધલ શ્રાવકની એક ગાય એવી રીતે દૂધ ઝરતી, અને તે શ્રાવકને આવેલ સ્વપ્નની હકીકત જણાવી છે.મુનિસુદરસૂરિએ ફુલવર્ધ-પાનાથસ્તોત્ર( જૈનસ્તેાત્રસંગ્રહ ય. વિ. ગ્રં. ભા.૨, પૃ. ૮૪, સ્ટે. ૫) માં પણ એ રીતે ધાંધલ નામનું સૂચન કર્યુ. છે.
૧–૪. મુનિ જ્ઞાનવિજયજીના ‘ જૈનતીર્થાંના ઇતિહાસ ’(સ. ૧૯૮૧ માં એ. એમ. એન્ડ કુાં. પાલીતાણાથી પ્ર. પૃ. ૬૫ )માં ‘મારવાડનુ જીરાપલ્લી' સંબંધમાં જે જણાવ્યું છે. તેમાં દેવીત્રીગિરિને બદલે નદી જણાવી છે, જાવાલિપુર( જાકાર )ને જાવાલ જણાવેલ છે, તે તરફથી આવેલ યવનાના સૈન્યને બદલે ત્યાંના શીખા જણાવ્યા છે. લાપસીને બદલે ચંદન જણાવેલ છે; પરંતુ ઉપદેશસતિમાં જણાવેલ ઉપર્યુક્ત પ્રબંધમાંથી એવા આશય નીકળી શકતા નથી. ત્યાં યવનેાના ગુરુને શેખ શબ્દબ્દારા ઓળખાવેલ છે, તથા સાહિને સ.માં સાખિ શદદ્વારા સૂચિત કરેલ જણાઇ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com